મંગળના મિથુનમાં ગોચરથી આ 8 રાશિના જાતકોની મુશ્કેલી વધી, આગલા 2 મહિના ખાસ સાવધાની રાખજો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગ્રહોના સેનાપતિ મંગળે આજે સવારે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે મંગળ 10 મે, 2023 સુધી અહીં રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ઉર્જા, ભાઈ, ભૂમિ, શક્તિ, હિંમત, બહાદુરી અને શૌર્યનો કારક માનવામાં આવે છે. જ્યોતિષ રાખી મિશ્રા કહે છે કે મિથુન રાશિમાં મંગળનું ગોચર કેટલીક રાશિઓ માટે ફાયદાકારક છે. જ્યારે કેટલીક રાશિના જાતકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન કયા જાતકોની મુશ્કેલીઓ વધારી શકે છે.

વૃષભ- મિથુન રાશિમાં મંગળનું ગોચર તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે. અચાનક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. પૈતૃક સંપત્તિને લઈને વાદવિવાદ થઈ શકે છે. માનસિક તણાવ કે ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ તમને ઘેરી શકે છે.

મિથુન- મંગળનું આ ગોચર મિથુન રાશિના લગ્ન ભાવમાં થયું છે. આ રાશિના જાતકોએ પોતાના વ્યવહારમાં સંયમ રાખવો પડશે. પોતાને લડાઈ ઝઘડા કે વાદ-વિવાદથી દૂર રાખો. વેપારમાં ભાગીદારી ટાળો. આ સમયગાળા દરમિયાન પ્રોપર્ટીમાં રોકાણ કરવાની ભૂલ ન કરો. નુકસાન થવાની સંભાવના છે.

ADVERTISEMENT

કર્ક- મંગળનું આ ગોચર કર્ક રાશિના 12મા ભાવમાં થયું છે. કર્ક રાશિના જાતકો માટે મંગળની ચાલ શુભ નથી. તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. તમારે બિનજરૂરી થાક અને દોડધામનો સામનો કરવો પડી શકે છે. રોગો-બીમારીઓથી બચીને રહો. અજાણ્યા લોકો સાથે પૈસાની લેવડ-દેવડ બિલકુલ ન કરો.

તુલા- મંગળનું આ ગોચર તુલા રાશિના લોકોના જીવનમાં મોટા ઉતાર-ચઢાવ લાવી શકે છે. કાર્ય-વ્યવસાયમાં અવરોધો વધી શકે છે. આ દરમિયાન અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ ન કરો. જોકે જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે આ સમય સારો રહેવાનો છે.

ADVERTISEMENT

વૃશ્ચિક- મંગળના મિથુન રાશિમાં પ્રવેશ્યા બાદ વૃશ્ચિક રાશિના લોકોને પણ સાવચેત રહેવાની સલાહ અપાય છે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. લાંબી મુસાફરી પર જવાનું ટાળો. ઈજાથી સાવધાન રહો. છેતરપિંડી થવાની સંભાવના રહેશે. સાસરિયાઓ સાથેના સંબંધો બગડી શકે છે. સંબંધીઓથી મનભેદ થઈ શકે છે.

ADVERTISEMENT

ધન- ધન રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. લગ્ન જીવનમાં મતભેદ થઈ શકે છે. વેપારી વર્ગના લોકોએ સાવધાનીથી કામ કરવું જોઈએ. તમામ નિર્ણયો સમજી વિચારીને લેવા પડશે. આગામી 45 દિવસ સુધી કોઈ ખોટો નિર્ણય ન લેવો.

કુંભ- કુંભ રાશિના જાતકોને મંગળના ગોચર પછી વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ સંબંધમાં સમસ્યાઓ વધી શકે છે. વાણી પર નિયંત્રણ ન રાખવાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધો બગડી શકે છે. રૂપિયા-પૈસાના મામલામાં તમારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

મીન- મીન રાશિના લોકો માટે મંગળનું આ ગોચર ચોથા ભાવમાં થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તમારા માટે પારિવારિક મતભેદ થવાની સંભાવના છે. માનસિક તણાવ રહી શકે છે. મન અશાંત રહી શકે છે. વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. પૈસાના મામલામાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.

    follow whatsapp

    ADVERTISEMENT