હોટલ માલિકે નોકરીમાંથી કાઢી મૂકતા કર્મચારી વિફર્યો, બદલો લેવા અડધી રાતે પેટ્રોલ લઈને પહોંચ્યો, જુઓ પછી શું થયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mumbai Crime News: મુંબઈથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 28 વર્ષના યુવકને માલિકે નોકરીમાંથી કાઢી મૂકતા તેણે રેસ્ટોરન્ટમાં આગ લગાવી દીધી હતી. હાલ રેસ્ટોરન્ટના માલિકની ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.

દારૂ પીને રેસ્ટોરન્ટ પહોંચ્યો હતો યુવક

મળતી માહિતી મુજબ, મુંબઈના સાકીનાકા ખાતે આવેલી પ્રતીક હોટલના માલિક શુભમ ભોરે પંકજ રાજપૂત નામના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, ‘તેમની રેસ્ટોરન્ટમાં પંકજ રાજપૂત નામનો યુવક કામ કરતો હતો. ગત 13 ડિસેમ્બરે પંકજ દારૂ પીને રેસ્ટોરન્ટ ખાતે પહોંચ્યો હતો અને તેમની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. આ પછી તેમણે પંકજ રાજપૂતને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. જોકે, હોટલમાંથી બહાર નીકળતી વખતે પંકજે તેમને ધમકી આપી હતી કે તેમને આ માટે બહુ ખરાબ પરિણામ ભોગવવું પડશે.’

2 દિવસ સુધી ધમકી આપતો રહ્યો

આ પછી સતત 2 દિવસ સુધી તે ફોન કરીને ધમકી આપતો રહ્યો. આ પછી 16 ડિસેમ્બરે રાત્રે લગભગ 3 વાગ્યે શુભમ ભોરેના મિત્રનો ફોન આવ્યો કે તેમના રેસ્ટોરન્ટમાં કોઈએ આગ લગાવી દીધી છે. આ પછી તેઓ પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવ્યો.

ADVERTISEMENT

પેટ્રોલ છાંટીને લગાવી દીધી આગ

રેસ્ટોરરન્ટ માલિકે જણાવ્યું કે, રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજ જોયા બાદ જાણવા મળ્યું કે રાત્રે લગભગ 2 વાગે પંકજ રેસ્ટોરન્ટ ખાતે પહોંચ્યો અને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. હાલ પોલીસે રેસ્ટોરન્ટના માલિકની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી લીધી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT