Cricket Ground Death: ક્રિકેટ મેદાન પર બે મેચ રમાતી હતી, ફિલ્ડિંગ વખતે બીજી ટીમનો બોલ વાગતા શખ્સનું મોત
Death on Cricket Ground: મુંબઈના માટુંગા વિસ્તારમાં ક્રિકેટ મેચ દરમિયાન 52 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. તે જે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હતો ત્યાં એક…
ADVERTISEMENT
Death on Cricket Ground: મુંબઈના માટુંગા વિસ્તારમાં ક્રિકેટ મેચ દરમિયાન 52 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. તે જે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હતો ત્યાં એક સાથે બે મેચ રમાઈ રહી હતી, જેના કારણે બીજી મેચનો બોલ તેના માથા પર વાગ્યો અને તે ત્યાં જ પડી ગયો. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.
મેદાન પર રમાઈ રહી હતી બે મેચ
મળતી માહિતી મુજબ, મુંબઈના માટુંગાના દાદકર ગ્રાઉન્ડ પર સોમવારે બપોરે T20 મેચ રમાઈ રહી હતી.ગ્રાઉન્ડ પર એક સાથે બે મેચ રમાઈ રહી હતી, બંને મેચ એક જ ટૂર્નામેન્ટની હતી. આ મેચ 50 વર્ષથી વધુ વયના લોકો રમી રહ્યા હતા. આ ખેલાડીઓમાંથી એક 52 વર્ષનો જયેશ સાવલા હતો.
ફિલ્ડિંગ કરતા કાન પર બોલ વાગ્યો
કહેવામાં આવી રહ્યું છે કે, જયેશ સાવલા નામના આ વ્યક્તિને ફિલ્ડિંગ કરતી વખતે કાનની પાછળ ક્રિકેટ બોલ વાગ્યો હતો. આમાં નોંધનીય બાબત એ છે કે જયેશ સાવલાને જે બોલ વાગ્યો હતો તે મેદાનમાં રમાઈ રહેલી બીજી મેચમાંથી આવ્યો હતો. એટલે કે ગ્રાઉન્ડમાં એક જ સમયે બે મેચ રમવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી.
ADVERTISEMENT
મેચ દરમિયાન બોલ વાગવાથી મોતનો પહેલો કિસ્સો
તમને જણાવી દઈએ કે, મુંબઈમાં સામાન્ય રીતે એક જ મેદાન પર ઘણી મેચો રમાય છે અને કેટલીકવાર અન્ય મેચોના બોલને કારણે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ જાય છે, પરંતુ આ પહેલીવાર બન્યું છે કે કોઈ મેચ દરમિયાન બોલ વાગવાથી કોઈનું મોત થયું હોય.
મળતી માહિતી મુજબ, ફિલ્ડિંગ કરતી વખતે જયેશ સાવલાને પાછળથી આવતો બોલ તેના કાનની પાછળ વાગ્યો હતો જેના કારણે તે ત્યાં પડી ગયો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં જયેશનું મોત થઈ ગયું હતું.
ADVERTISEMENT
માટુંગા પોલીસે શું કહ્યું?
માટુંગા પોલીસના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક દીપક ચૌહાણેના જણાવ્યા અનુસાર, આ મામલે ADR નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. હાલમાં હજુ સુધી કોઈની પૂછપરછ કરવામાં આવી નથી, પરંતુ જરૂર પડશે તો પૂછપરછ થઈ શકે છે. પોસ્ટમોર્ટમ બાદ જયેશ સાવલાનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. જયેશ વ્યવસાયે વેપારી હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT