રૂ.169માં ઓનલાઈન મૂર્તિ મગાવી જમીનમાં દાટી દીધી, ચમત્કારના નામે બાપ-દીકરાએ આખા ગામને છેતર્યું
ઉત્તર પ્રદેશ: યુપીના ઉન્નાવમાં યુવક અને તેના પિતાએ ખેતરમાં ખોદકામ દરમિયાન ધાતુની મૂર્તિઓ (Statues of Hindu Gods) નીકળી હોવાની ખોટી કહાણી બનાવી અને ધર્મના નામ…
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ: યુપીના ઉન્નાવમાં યુવક અને તેના પિતાએ ખેતરમાં ખોદકામ દરમિયાન ધાતુની મૂર્તિઓ (Statues of Hindu Gods) નીકળી હોવાની ખોટી કહાણી બનાવી અને ધર્મના નામ પર લોકો પાસેથી પૈસા પડાવવા લાગ્યા. જોકે પોલીસે તેમની પોલ ખોલી નાખી. પોલીસે શાંતિ ભંગ કરવાના આરોપમાં બાપ-દીકરાની ધરપકડ કરી લીધી છે અને જેલમાં મોકલી દીધા છે. ઉન્નાવના મહમૂદપુર ગામમાં રહેનારા અશોક પેન્ટરના ખેતરમાં ખોદકામ દરમિયાન લક્ષ્મી માતા, સરસ્વતી માતા અને કુબેરની મૂર્તિઓ ઉપરાંત રુદ્રાક્ષ, ચાવી, સિક્કા, કાચબા, કોડી નીકળી હતી, જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ઓનલાઈનમાં 169 રૂપિયામાં મૂર્તિ ખરીદી હતી
પરંતુ બાદમાં માલુમ પડ્યું કે ખેતરમાં ખોદકામ દરમિયાન મળેલી ધાતુની મૂર્તિઓ નીકળવાની ખોટી કહાણી બનાવાઈ હતી. ખેતરના માલિક અને તેના દીકરાએ આ મૂર્તિઓ ઓનલાઈન મગાવી અને દાવો કર્યો કે મૂર્તિઓ જમીનની અંદરથી મળી છે. જે બાદ લોકો તેને ચમત્કાર માનીને મૂર્તિની પૂજા કરવાનું શરૂ કરી દીધું અને પોતાની મનોકામના પૂરી કરવા પ્રાર્થના કરીને બદલામાં પૈસા ચડાવવા લાગ્યા. જ્યારે રવિએ આ મૂર્તિઓ માત્ર 169 રૂપિયામાં જ ઓનલાઈનથી ખરીદી હતી.
In UP’s Unnao, a man ordered small statues of Hindu deities for Rs 169 from an online company, dug it in his field and later spread the word that idols have been recovered from his field while tilling. Villagers started worshipping & began offering money in the make shift temple. pic.twitter.com/xuirkvWMhF
— Piyush Rai (@Benarasiyaa) September 1, 2022
ADVERTISEMENT
ખેતરમાં મંદિર બનાવવાની ઈચ્છા હતી
બુધવારે અશોક, તેનો દીકરો રવિ અને વિજય નામના શખ્સો મૂર્તિઓ લઈને ખેતર પહોંચ્યો અને ત્યાં પૂજા-પાઠ શરૂ કરી દીધો. અશોક અને તેના બે દીકરા 2 દિવસથી ગામના લોકોને કહી રહ્યા હતા કે તેમને સપનું આવ્યું હતું. જે બાદ તેમણે ખોદકામ કરતા ખેતરમાંથી મૂર્તિઓ નીકળી છે. તે લોકો ત્યાં મંદિર બનાવવા ઈચ્છતા હતા. બાપ અને દીકરાનો અસલી પ્લાન લોકોને છેતરીને આસ્થાના નામ પર પૈસા કમાવવાનો હતો.
કેવી રીતે ખૂલી પોલ?
જ્યારે પોલીસને તેની સૂચના મળી તો તપાસ માટે ટીમ ગામમાં પહોંચી. જ્યારે તપાસ કરી તો માલુમ પડ્યું કે મૂર્તિઓ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ દ્વારા મગાવવામાં આવી હતી. જે બાદ પોલીસને સમગ્ર મામલો સમજવામાં સમય ન લાગ્યો. કેસની તપાસ કરી રહેલી પોલીસે એક કુરિયર કંપનીમાં કામ કરતા ગામના ડિલિવરી મેનની પૂછપરછ કરી. તેણે જણાવ્યું કે, અશોકના દીકરા રવિવએ મૂર્તિઓનું બોક્સ ઓનલાઈન મગાવ્યું હતું. આ બાદ પોલીસે અશોક અને તેના બંને દીકરાઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને શાંતિ ભંગ કરવાના આરોપમાં ત્રણેયને જેલમાં પૂરી દીધા.
ADVERTISEMENT
ADVERTISEMENT