અકસ્માતમાં એકના એક દિકરાના મોત બાદ 62 વર્ષની ઉંમરે વૃદ્ધ એકસાથે 3 બાળકોના પિતા બન્યા
મધ્યપ્રદેશના સતના જિલ્લામાં, એક પરિવારમાં ઉંમરના અંતિમ તબક્કામાં ખુશીઓનું આગમન થયું છે. જિલ્લા હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જે…
ADVERTISEMENT
મધ્યપ્રદેશના સતના જિલ્લામાં, એક પરિવારમાં ઉંમરના અંતિમ તબક્કામાં ખુશીઓનું આગમન થયું છે. જિલ્લા હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જે બાદ 62 વર્ષના વૃદ્ધનું ઘરે ફરીથી કિલકારીઓ ગુંજી ઉઠી છે. માતાની ઉંમર 42 અને પિતાની ઉંમર 62 વર્ષ છે. ઘરમાં નવા મહેમાનોનું આગમન થતા પરિવારમાં ખુશીઓ આવી ગઈ છે. બાળકોનું વજન ઓછું છે, તેથી તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
અકસ્માતમાં 18 વર્ષના દીકરાનું મોત થયું હતું
વાસ્તવમાં, સતનાના ઉચેહરા પોલીસ સ્ટેશન વિસ્તારના અતરવેદિયા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સરપંચ પતિ 62 વર્ષીય ગોવિંદ કુશવાહાના ઘરે ખુશીઓ પાછી આવી છે. પ્રથમ પત્નીથી જન્મેલા પુત્રનું 18 વર્ષની ઉંમરે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એકના એક દીકરાના મોતથી પતિ-પત્ની બંને ઉદાસ હતા. ત્યારબાદ પ્રથમ પત્ની કસ્તુરીબાઈએ તેના પતિને બીજા લગ્ન માટે દબાણ કર્યું. વૃદ્ધના બીજા લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. મંગળવારે બીજી પત્ની હીરા બાઈએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો. ત્રણેય બાળકો છોકરાઓ છે અને સ્વસ્થ પણ. કસ્તુરીબાઈ અતરવેદિયા પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે.
મહિલાએ એકસાથે 3 બાળકોને જન્મ આપ્યો
એકસાથે ત્રણ બાળકોના જન્મનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ દુનિયાભરમાંથી આવા ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશના બાલાઘાટમાં એક મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો.
ADVERTISEMENT
પત્નીએ કરાવ્યા હતા પતિના બીજા લગ્ન
કંચનપુરની રહેવાસી હીરાબાઈએ પશુપતિનાથ મંદિરમાં ગોવિંદ કુશવાહ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. થોડા વર્ષો પછી હીરાબાઈ ગર્ભવતી થઈ. આજે સવારે સતના જિલ્લા હોસ્પિટલમાં ત્રણ નવા જન્મેલા બાળકોને જન્મ આપ્યો. તે જ સમયે, ગોવિંદ કુશવાહાની પ્રથમ પત્ની કસ્તુરબાઈ અતરવેદિયાના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે.
ADVERTISEMENT