ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ જર્સી જોઈને લાલઘુમ થઈ ગયા મમતા બેનર્જી, ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news
World Cup 2023: અમદાવાદમાં આવતીકાલે એટલે કે રવિવારે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમવા જઈ રહી છે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમની પ્રેક્ટિસ જર્સીના કલરને લઈને વિવાદ સર્જાયો છે. મમતા બેનર્જીએ ભારતીય ક્રિકેટ ટીમની પ્રેક્ટિસ જર્સીના રંગમાં ફેરફારને રાજકીય ચાલ ગણાવી છે. તેમણે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર દેશની સૌથી લોકપ્રિય રમતનું ભગવાકરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

મને ખેલાડીઓ પર ગર્વ છેઃ મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, “તેઓ સમગ્ર દેશને ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને આપણા ભારતીય ખેલાડીઓ પર ગર્વ છે અને મને વિશ્વાસ છે કે તેઓ વર્લ્ડ કપમાં વિજેતા બનશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ત્યાં પણ ભગવો રંગ લઈ આવી અને આપણા છોકરાઓ હવે ભગવા રંગની જર્સીમાં પ્રેક્ટિસ કરે છે. મેટ્રો સ્ટેશનોને ભગવા રંગથી રંગવામાં આવ્યા છે. આ અસ્વીકાર્ય છે.”

ભાજપ પર કર્યા આકરા પ્રહાર

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપે માત્ર ક્રિકેટ ટીમની જર્સીમાં જ નહીં પરંતુ મેટ્રો સ્ટેશનોની પેઈન્ટિંગમાં પણ ભગવા રંગ લગાવી દીધો છે. આ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પર પણ કટાક્ષ કર્યા, જેમણે તેમની પ્રતિમાઓ સ્થાપિત કરાવી હતી.

”રાષ્ટ્ર સમગ્ર દેશની જનતાનું છે”

ભાજપ પર આકરા પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, રાષ્ટ્ર કોઈએક પાર્ટીની જનતાનું નથી, આ રાષ્ટ્ર સમગ્ર દેશની જનતાનું છે. તેમના આ નિવેદન પર ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા રાહુલ સિન્હાએ કહ્યું, “થોડા દિવસો પછી તેઓ પ્રશ્ન કરી શકે છે કે આપણા રાષ્ટ્રધ્વજમાં ભગવો રંગ કેમ છે.” અમે આવા નિવેદનો પર પ્રતિક્રિયા આપવાનું પણ યોગ્ય માનતા નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT