MOHAMED MUIZZU: ’15 માર્ચ સુધીમાં ભારત માલદીવમાંથી સેના હટાવે’, પ્રેસિડન્ટ મુઈઝ્ઝૂએ બતાવ્યા તેવર
India-Maldives: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ફરી એકવાર પોતાનું વલણ બતાવ્યું છે. ચીનથી પરત ફરતાની સાથે જ મુઈઝુએ કહ્યું છે કે, ભારતે 15 માર્ચ પહેલા માલદીવમાંથી…
ADVERTISEMENT
India-Maldives: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ફરી એકવાર પોતાનું વલણ બતાવ્યું છે. ચીનથી પરત ફરતાની સાથે જ મુઈઝુએ કહ્યું છે કે, ભારતે 15 માર્ચ પહેલા માલદીવમાંથી પોતાની સેના હટાવી લેવી પડશે. બહુ ઓછા લોકો જાણે છે કે ભારતીય સેના માલદીવમાં તૈનાત છે. માલદીવની અગાઉની સરકારની વિનંતી પર ભારત સરકારે ત્યાં પોતાના સૈનિકો તૈનાત કર્યા હતા. ભારતીય સેનાની ટુકડીને માલદીવમાં દરિયાઈ સુરક્ષા અને આપત્તિ રાહત કામગીરીમાં મદદ કરવા માટે તૈનાત કરવામાં આવી છે.
ચીનની યાત્રાએથી પરત ફર્યા બાદ તેવર બદલાયા
ચીન સમર્થક માનવામાં આવતા મુઇજ્જુ પાંચ દિવસ ચીનની યાત્રા પરથી પરત ફર્યા બાદ અચાનક તેવર બદલી નાખ્યા છે. ચીનની મુલાકાત દરમિયાન તેઓ શી જિનપિંગને પણ મળ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ માલદીવ સરકારે પોતાના ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરવા પડ્યા હતા. આ મામલે ભારત અને માલદીવ બંન્ને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધેલો છે.
મુઇજ્જુએ ચીન પાસે માંગી હતી મદદ
ભારતમાં ચાલી રહેલા બોયકોટ માલદીવના ટ્રેન્ડ વચ્ચે મુઇજ્જુએ ચીનને અપીલ કરી હતી કે, તેઓ મહત્તમ ચીની પ્રવાસીઓને માલદીવ મોકલે. માલદીવ બિઝનેસ ફોરમને સંબોધિત કરતા મુઇજ્જુએ કહ્યું હતું કે, કોવિડ પહેલા આપણા દેશમાં સૌથી વધારે પ્રવાસી ચીનથી આવ્યા હતા. મારી અપીલ છે કે, ચીને ફરી આ પ્રક્રિયાને વેગ આપવો જોઇએ.
ADVERTISEMENT
મુઇજ્જુની પહેલી ચીન મુલાકાત વિવાદમાં કેમ હતી?
મુઇજ્જુની ચીનની આ પ્રથણ રાજનીતિક મુલાકાત હતી. આ મુલાકાત એવા સમયે થઇ જ્યારે વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ મુલાકાત દરમિયાન તેમની તસ્વીર અંગે માલદીવના ત્રણ મંત્રીઓને સોશિયલ મીડિયા પર કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર આ મામલે વિવાદ થઇ ગયો હતો.
ADVERTISEMENT