અમને ધમકાવવાનું લાયસન્સ કોઇની પાસે નથી: ચીનમાં ભીખી આવ્યા બાદ માલદીવના રાષ્ટ્રપતિના સુર બદલ્યા
નવી દિલ્હી : ચીન સમર્થનમાં આવતાની સાથે જ માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુના સુર ફરી ગયા છે. મુઇજ્જુએ ચીનની પોતાની મુલાકાત દરમિયાન શી જિનપિંગ સાથે પણ મુલાકાત…
ADVERTISEMENT
નવી દિલ્હી : ચીન સમર્થનમાં આવતાની સાથે જ માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુના સુર ફરી ગયા છે. મુઇજ્જુએ ચીનની પોતાની મુલાકાત દરમિયાન શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત એવા સમયે થઇ જ્યારે ભારત સાથે પહેલાથી જ માલદીવનો વિવાદ ચાલી રહ્યો છે.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ ચીનની પાંચ દિવસીય મુલાકાત બાદ સ્વદેશ પરત આવી ચુક્યા છે. તેમણે માલદીવ પરત ફરતાની સાથે જ સુર બદલ્યા છે. તેમણે કહ્યું કે, અમને બુલી કરવાનું લાયસન્સ કોઇની પાસે નથી. મુઇજ્જુએ કહ્યું કે, અમે ભલે નાનકડો દેશ હોઇએ પરંતુ તેના કારણે કોઇને પણ બુલી કરવાનું લાયસન્સ નથી મળી જતું. જો કે પ્રત્યક્ષ રીતે તેમણે કોઇનું નામ નહોતું લીધું. જો કે સ્પષ્ટ રીતે તેમનું નિશાન ભારત તરફ જ હતું.
ચીનની યાત્રાએથી પરત ફર્યા બાદ તેવર બદલાયા
ચીન સમર્થક માનવામાં આવતા મુઇજ્જુ પાંચ દિવસ ચીનની યાત્રા પરથી પરત ફર્યા બાદ અચાનક તેવર બદલી નાખ્યા છે. ચીનની મુલાકાત દરમિયાન તેઓ શી જિનપિંગને પણ મળ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ માલદીવ સરકારે પોતાના ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરવા પડ્યા હતા. આ મામલે ભારત અને માલદીવ બંન્ને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધેલો છે.
ADVERTISEMENT
મુઇજ્જુએ ચીન પાસે માંગી હતી મદદ
ભારતમાં ચાલી રહેલા બોયકોટ માલદીવના ટ્રેન્ડ વચ્ચે મુઇજ્જુએ ચીનને અપીલ કરી હતી કે, તેઓ મહત્તમ ચીની પ્રવાસીઓને માલદીવ મોકલે. માલદીવ બિઝનેસ ફોરમને સંબોધિત કરતા મુઇજ્જુએ કહ્યું હતું કે, કોવિડ પહેલા આપણા દેશમાં સૌથી વધારે પ્રવાસી ચીનથી આવ્યા હતા. મારી અપીલ છે કે, ચીને ફરી આ પ્રક્રિયાને વેગ આપવો જોઇએ.
મુઇજ્જુની પહેલી ચીન મુલાકાત વિવાદમાં કેમ હતી?
મુઇજ્જુની ચીનની આ પ્રથણ રાજનીતિક મુલાકાત હતી. આ મુલાકાત એવા સમયે થઇ જ્યારે વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ મુલાકાત દરમિયાન તેમની તસ્વીર અંગે માલદીવના ત્રણ મંત્રીઓને સોશિયલ મીડિયા પર કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર આ મામલે વિવાદ થઇ ગયો હતો.
ADVERTISEMENT
માલદીવના રાષ્ટ્રપતિનું સ્લોગન જ હતું ક્વિટ ઇન્ડિયા
માલદીવે પોતાના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ પોતાના ઇલેક્શન મેનિફેસ્ટોમાં 75 ભારતીયોની નાનકડી ટુકડીને હટાવવાનો સંકલ્પ લીધો હતો. ભારતીય સૈનિકોની વાપસી અંગે ચર્ચા માટે ભારત અને માલદીવ બંન્ને દેશોએ એક કોર ગ્રુપની રચના કરી છે. મુઇજ્જુનું સ્લોગન હતું. ઇન્ડિયા આઉટ. તેમણે માલદીવન ઇન્ડિ ફર્સ્ટ પોલીસીમાં પણ ફેરફાર કરવની વાત કરી હતી. જ્યારે ભારત અને ચીન બંન્ને સ્લોગલન માલદીવમાં પ્રભાવ જમાવવા માટે પ્રતિસ્પર્ધા કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT