PM મોદી સાથે વિવાદ, જિનપિંગને પ્રેમ; ભારત સાથેના વિવાદ વચ્ચે ચીન અને માલદીવ વચ્ચે 20 કરાર થયા

ADVERTISEMENT

gujarattak
social share
google news
Maldives and Lakshadweep Controversy: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ ચીનના પાંચ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની મુલાકાત દરમિયાન તેમણે ચીનને તેમનો નજીકનો સહયોગી અને ડેવલોપમેન્ટ પાર્ટનર જણાવ્યો.

જિનપિંગ અને મુઇઝુ વચ્ચે યોજાઈ બેઠક

જિનપિંગ અને મુઇઝુ વચ્ચેની બેઠક દરમિયાન થયેલી વાતચીતની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી. પરંતુ મોહમ્મદ મુઇઝુના કાર્યાલયે કહ્યું કે આ સમયગાળા દરમિયાન બંને સરકારોની વચ્ચે 20 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારો પર્યટન, આપત્તિ જોખમ ઘટાડવા, દરિયાઈ અર્થવ્યવસ્થા, ડિજિટલ અર્થવ્યવસ્થમાં રોકાણની સાથે-સાથે બેલ્ટ એડ રોડ ઈનિશિએટિવને લઈને કરવામાં આવ્યા છે.

જિનપિંગે મુઇઝુને જૂના મિત્ર ગણાવ્યા

આ મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે મુઇઝુને જૂના મિત્ર ગણાવ્યા. જિનપિંગે કહ્યું કે, ચીન, માલદીવની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને બંને દેશો વચ્ચેના સંબંધોને નવા સ્તર સુધી લઈ જવા માંગે છે.

ચીનમાં મુઇઝુનું કરાયું ભવ્ય સ્વાગત

શી જિનપિંગ સાથે વાતચીત ઉપરાંત મોહમ્મદ મુઇઝુ ચીનના વડાપ્રધાન લી ક્વિઆંગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે, મોહમ્મદ મુઇઝુ મંગળવારે રાત્રે બેઈજિંગ પહોંચ્યાં હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.

મોહમ્મદ મુઇઝુએ ચીનને કરી આ અપીલ

ભારતમાં ચાલી રહેલા બૉયકૉટ માલદીવના ટ્રેન્ડની વચ્ચે મોહમ્મદ મુઇઝુએ ચીનને અપીલ કરી છે કે તેઓ વધુને વધુ ચીની પ્રવાસીઓને માલદીવ મોકલે. મંગળવારે ફુજિયન પ્રાંતમાં માલદીવ બિઝનેસ ફોરમને સંબોધિત કરતી વખતે મોહમ્મદ મુઇઝુએ કહ્યું હતું કે કોવિડ પહેલા અમારા દેશમાં સૌથી વધુ પ્રવાસીઓ ચીનથી આવતા હતા. હું વિનંતી કરું છું કે ચીને આ માટે ફરીથી તેના પ્રયાસો વધુ તીવ્ર કરવા જોઈએ. માલદીવના પર્યટન મંત્રાલયના આંકડા અનુસાર, ભારત 2023માં માલદીવ માટે સૌથી મોટું પ્રવાસી બજાર બન્યુ છે.

શું છે વિવાદ?

વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવ સરકારના ત્રણ મંત્રીઓએ પીએમ મોદીની આ મુલાકાતની કેટલીક તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ મામલે વિવાદ વધ્યા બાદ આ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT