PM મોદી વિરુદ્ધ ઝેર ઓકનારા માલદીવના ત્રણેય મંત્રીઓ સસ્પેન્ડ, મુઈઝૂ સરકારની મોટી કાર્યવાહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણ કરવા બદલ માલદીવ સરકારે મંત્રી મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કરી દીધા છે. માલદીવ સરકારના…
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણ કરવા બદલ માલદીવ સરકારે મંત્રી મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કરી દીધા છે. માલદીવ સરકારના પ્રવક્તા મંત્રી ઈબ્રાહિમ ખલીલે આજતકને કહ્યું કે, વિવાદિત ટિપ્પણીઓ માટે જવાબદાર ત્રણેય લોકોને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભારત દેશ માલદીવનો સારો મિત્રઃ પૂર્વ રાષ્ટ્રપતિ
આ મામલે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, ‘માલદીવ સરકારના મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ જે નફરતભરી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેની હું નિંદા કરું છું.’ તેમણે કહ્યું કે ભારત દેશ હંમેશા માલદીવનો સારો મિત્ર જ રહ્યો છે
ભારતે ઉઠાવ્યો હતો વાંધો
તમને જણાવી દઈએ કે, માલદીવના મહિલા મંત્રી મરિયમ શિઉનાએ પીએમ મોદીને લઈને સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ભારતે માલદીવની મોહમ્મદ મુઈઝૂ સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય હાઈ કમિશનરે મંત્રીની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. ભારતના વાંધા બાદ માલદીવ સરકારે નિવેદન જારી કરીને કહ્યું હતું કે આ તેમનો અંગત અભિપ્રાય છે. મંત્રીની ટિપ્પણીઓ માલદીવ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ કરતી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT