પશ્ચિમ બંગાળના બાંકુરામાં મોટી ટ્રેન દુર્ઘટના, 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના બાંકુડામાં એક ટ્રેન અકસ્માત થયો છે. અહીં બે ગુડ્સ ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માતને લઈ ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી…
ADVERTISEMENT
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના બાંકુડામાં એક ટ્રેન અકસ્માત થયો છે. અહીં બે ગુડ્સ ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માતને લઈ ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના રવિવારે સવારે લગભગ 4 વાગ્યે ઓંડા સ્ટેશન પર બની હતી. આ ઘટનામાં ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરને ઈજા થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક ગુડ્સ ટ્રેને બીજી ગુડ્સ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે લગભગ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
આ ઘટના આજે સવારે 4 વાગ્યે પશ્ચિમ બંગાળના બાંકુરામાં બની હતી. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે એક ગુડ્સ ટ્રેન ઓંડા સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે બીજી ગુડ્સ ટ્રેને તેને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનાને કારણે 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટના બાદ કોચ ટ્રેક પર વેરવિખેર થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને ગુડ્સ ટ્રેન ખાલી હતી. દુર્ઘટનાનું કારણ શું હતું અને બંને ટ્રેનો કેવી રીતે અથડાઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. આ દુર્ઘટનાને કારણે આદ્રા ડિવિઝનમાં ઘણી ટ્રેનોને અસર થઈ છે. દુર્ઘટના પછી, રેલવે અધિકારીઓ શક્ય તેટલી વહેલી તકે અપ લાઇન ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી પુરુલિયા એક્સપ્રેસ જેવી કેટલીક ટ્રેનો પસાર થઈ શકે. આદ્રા રેલ્વે ડિવિઝન (ADRA) પશ્ચિમ બંગાળના 4 જિલ્લામાં સેવાઓ પ્રદાન કરે છે. જેમાં પશ્ચિમ મિદનાપુર, બાંકુરા, પુરુલિયા અને બર્દવાનનો સમાવેશ થાય છે. આ સાથે ઝારખંડના 3 જિલ્લા ધનબાદ, બોકારો અને સિંઘભુમ દક્ષિણ પૂર્વ રેલવે હેઠળ આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT