Road Accident : કાનપુરમાં ભયાનક અકસ્માતમાં 6 લોકોના મોત, ચાલકે કાબૂ ગુમાવતા નાળામાં ખાબકી સ્વિફ્ટ કાર

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • કાનપુર દેહાતમાં એક ભયાનક માર્ગ અકસ્માત
  • અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત
  • જગન્નાથપુર ગામ પાસે સર્જાયો અકસ્માત

Road Accident In Kanpur: ઉત્તરપ્રદેશના કાનપુર દેહાતમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. હાલ પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

રાત્રે સ્વિફ્ટ કાર નાળામાં ખાબકી

મળતી માહિતી મુજબ, કાનપુર દેહાતમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો તિલક સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રીના બે વાગ્યાની આસપાસ સ્વિફ્ટ કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા કાર નાળામાં ખાબકી હતી.

ADVERTISEMENT

બે બાળકો સહિત 6 લોકોના મૃત્યુ

અકસ્માત બાદ કારમાં સવાર 6 લોકોના મૃત્યુ થયા, જેમાં બે બાળકો પણ સામેલ છે. મૃતકો ડેરાપુર અને શિવરાજપુરના રહેવાસી હતા અને આ માર્ગ અકસ્માત જગન્નાથપુર ગામ પાસે સર્જાયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT