મહુડી મંદિરમાં 45 લાખનું સોનું ચોરીને ટ્રસ્ટીઓએ શું કર્યું? પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: સુપ્રસિદ્ધ તીર્થધામ મહુડીમાં મંદિરના ટ્રસ્ટીઓ સામે જ સોનાના વરખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. મંદિરના અન્ય ટ્રસ્ટીઓ દ્વારા માણસા પોલીસ સ્ટેશનમાં 45 લાખના સોનાનો વરખ અને સોનાની ચેઈન ચોરી કર્યાની ફરિયાદ નોંધાવાઈ હતી. ઉપરાંત બંને ટ્રસ્ટીઓએ મંદિરના ભંડારામાંથી પણ રોકડની ઉચાપત કરી હોવાનો આક્ષેપ લાગ્યો હતો. માણસા પોલીસે બંને ટ્રસ્ટીઓને આ મામલે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમણે 18 લાખના અડધા અડધા પૈસા વહેંચી લીધાની કબૂલાત કરી હતી.

સોનું ઓગાળીને માણેકચોકમાં વેચી દીધું
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મહુડીમાં ઘંટાકર્ણ ભગવાનના વરખની ચોરી કરીને મંદિરના ટ્રસ્ટીઓએ તેને ઓગાળી તેમાંથી 700 ગ્રામ સોનું વેચીને 18 લાખની રોકડી કરી લીધી હતી. બંનેએ આ વરખને અમદાવાદના માણેકચોકમાં વેચી દીધો હતો અને બાદમાં પૈસાને અડધો અડધો ભાગ પાડીને વહેંચી લીધા.

ADVERTISEMENT

ચોરીથી મળેલા પૈસાનું શું કર્યું?
મહુડી મંદિરના ટ્રસ્ટીઓએ 700 ગ્રામ સોનું ચોરી કરીને તેને 18 લાખમાં વેચી દીધું. જેમાંથી મળેલા પૈસામાંથી આરોપી નિલેશ મહેતાએ સોનું વેચીને રોકડેથી કિયા કાર ખરીદી હતી. ઉપરાંત ઘરમાં દીકરાના લગ્ન હોવાથી વહુ માટે દાગીના પણ બનાવડાવ્યા હતા. જ્યારે અન્ય આરોપી સુનિલ મહેતાએ ઘરખર્ચમાં નાણા વાપર્યા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે પોલીસે 45 લાખમાંથી 18 લાખના સોનાની વિગતો મેળવી લીધી છે હવે બાકીના 27 લાખના સોનાની તપાસ શરૂ ચાલી રહી છે. હાલમાં બંને આરોપીને વિજાપુરની સબજેલમાં રખાયા છે.

કેવી રીતે પકડાઈ ચોરી?
ભગવાન ઘંટાકર્ણ મહારાજને ચડાવવામાં આવેલા સોનાનો વરખ વર્ષમાં એક વાર ઉતારીને ડોલમાં મૂકવામાં આવે છે. તથા તમામ ટ્રસ્ટીઓની હાજરીમાં જ સોનાની વરખ ડોલમાં ભંડાર રૂમમાં મૂકવામાં આવે છે. જ્યારે બંધ રૂમમાંથી ડોલ કાઢવામાં આવે ત્યારે તમામ ટ્રસ્ટીઓ હાજર હોવું જરૂરી હોય છે, તેને ગાળીને તેનું વજન કરવામાં આવે છે. આ વખતે 700થી 800 ગ્રામ સોનું ઓછું જણાયું હતું. જેમાં પૂરપરછમાં સ્ટાફના માણસોએ થોડા દિવસ પહેલા નિલેશભાઈ અને સુનિલભાઈ મહેતા આવ્યા હોવાનું જણાવ્યું હતું અને સોનાના વરખની ડોલ બહાર કાઢીને તમામ સ્ટાફને જમવા મોકલીને ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે રોકડ રકમની ચોરી કરતાં હોવાના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT