Mahua Moitra : મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ, એથિક્સ કમિટીના રિપોર્ટને લોકસભામાં ચર્ચા પછી મળી લીલી ઝંડી
Mahua Moitra expelled from Lok Sabha : TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. એથિક્સ કમિટીએ ગુરૂવારે લોકસભામાં કેશ ફોર ક્વેરી મુદ્દે…
ADVERTISEMENT
Mahua Moitra expelled from Lok Sabha : TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. એથિક્સ કમિટીએ ગુરૂવારે લોકસભામાં કેશ ફોર ક્વેરી મુદ્દે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ પર ચર્ચા બાદ વોઈસ વોટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. આ પછી રિપોર્ટને મંજૂરી આપવામાં આવી હતી. પોતાના રિપોર્ટમાં એથિક્સ કમિટીએ મહુઆ સામેના આરોપોને ગંભીર ગણાવ્યા હતા અને કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ સંસદ સભ્યપદ રદ કરવાની માંગણી કરી હતી. રિપોર્ટ પર ચર્ચા દરમિયાન ટીએમસી, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સાંસદોએ મહુઆ મોઇત્રાને બોલવાની તક આપવાની માંગ કરી હતી. જો કે, બીજેપી સાંસદે આ માંગનો વિરોધ કર્યો અને સ્પીકર પણ આ માંગ સાથે સહમત ન થયા.
એથિક્સ કમિટિના રિપોર્ટ બાદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીમાં વધારો
આજે બપોરે 12 વાગ્યે એથિક્સ કમિટિનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે સંસદમાં ચર્ચા થઈ હતી અને તેમનું સભ્યપદ રદ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. મહુઆ પર એથિક્સ કમિટીના રિપોર્ટની રજૂઆત બાદ ગૃહમાં ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહુઆ મોઇત્રા પર લાગેલા લાંચના આરોપો સીધા સાબિત થયા છે અને તેને ફગાવી શકાય નહીં. રિપોર્ટમાં અનુસાર બિઝનેસમેન પાસેથી ગિફ્ટ લેવી અને તેને તમારા હાઉસ લોગ-ઇનની વિગતો આપવીએ ખોટું છે અને સંસદીય આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.
BSP સાંસદ દાનિશ અલીએ મહુઆનો બચાવ કર્યો
સાંસદ મહુઆ મોઇત્રાને 17મી લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ સિવાય કમિટીએ ભલામણ કરી છે કે મહુઆ સામેના આરોપોની વ્યાવસાયિક એજન્સીઓ દ્વારા તપાસ થવી જોઈએ અને તેમાં મની ટ્રેઈલ ટ્રેસ થવી જોઈએ. સમિતિએ કહ્યું કે મહુઆ મોઇત્રા વિરુદ્ધ તપાસ નિર્ધારિત સમયની અંદર પૂર્ણ થવી જોઈએ. મહુઆ મોઇત્રા વિરુદ્ધ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને તેના પર ગૃહમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન BSP સાંસદ દાનિશ અલીએ મહુઆનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે સમિતિએ અઢી મિનિટમાં રિપોર્ટ સ્વીકાર્યો આ ખોટું છે અને બીજા પક્ષને સાંભળ્યા વિના કાર્યવાહી ન કરવી જોઈએ. તેમના સિવાય કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ મહુઆ મોઇત્રા પર રજૂ કરાયેલા રિપોર્ટ પર ચર્ચા કરવાનું કહ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT