‘બાપુ’ સાથે દુર્વ્યવહાર: અમેરિકામાં Mahatma Gandhiની પ્રતિમાને તોડી પડાઈ, ઉપર અપશબ્દો લખાયા

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને બે અઠવાડિયામાં બીજી વખત તોડવાની ઘટના બની છે. અહીં એક મંદિરની સામે રહેલી બાપૂની આ પ્રતિમાને તોડવામાં આવી. આ બાદ ઉપદ્રવીઓએ તેના પર અપમાનજનક શબ્દો પણ લખ્યા છે.

6 લોકોએ મૂર્તિને નુકસાન પહોંચાડ્યું
અમેરિકામાં ગાંધીની પ્રતિમાઓ પર હાલમાં ઘણા હુમલા થયા છે. તાજેતરની ઘટના 16મી ઓગસ્ટની છે. જેમાં સવારે ગાંધીજીની પ્રતિમાને નુકસાન પહોંચાડાયું. આ મૂર્તિ શ્રી તુલસી મંદિરની સામે હતી. પોલીસના માધ્યમથી સ્થાનિક મીડિયાએ જાણકારી આપી છે કે, 6 લોકોએ આ મૂર્તિને નુકસાન પહોંચાડ્યું. આટલું જ નહીં મૂર્તિ પર સ્પ્રે છાંટીને અભદ્ર ટિપ્પણી પણ લખી.

અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી
રિપોર્ટમાં કહેવાયું છે કે, 3 ઓગસ્ટે પણ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટના બની હતી. ત્યારે પોલીસે ઘટનાનો એક વીડિયો રિલીઝ કર્યો હતો. સીસીટીવી કેમેરાની આ ફૂટેજમાં જાણ થઈ કે મૂર્તિ પર હુમલો કરનાર 25થી 30 વર્ષની ઉંમરના યુવક હતા. શંકાસ્પદ એક સફેદ રંગની મર્સિડીઝ બેન્ઝમાં સ્થળ પરથી ફરાર થઈ ગયા. આ વચ્ચે ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સદસ્ય જેનિફર રાજકુમારે આ ઘટનાની નિંદા કરી છે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

ADVERTISEMENT

અગાઉ કેનેડામાં બાપુની પ્રતિમા તોડાઈ હતી
મહાત્મા ગાંધીની આ મૂર્તિ હાથથી બનાવેલી હતી. પાછલી વખતે આ મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે આ મૂર્તિને સંપૂર્ણ રીતે તોડી નાખવામાં આવી છે. આ વર્ષે 14 જુલાઈએ કેનેડામાં પણ આ પ્રકારની ઘટના બની હતી, જેમાં ગાંધીજીની પ્રતિમા સાથે તોડ-ફોડ પણ કરવામાં આવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT