VIDEO: પત્ની રિસામણે જતા પતિએ SUVથી તાંડવ મચાવ્યું, સસરાની કારને ટક્કર મારીને 4 લોકોને કચડ્યા

ADVERTISEMENT

Accident
Accident
social share
google news

Thane Road Rage: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં, એક વ્યક્તિએ તેની SUV વડે બીજા વાહનને બે વાર ટક્કર મારી. બીજી વખત ડ્રાઈવરે યુ-ટર્ન લીધો અને પાછળથી આવીને ફરી કારને ટક્કર મારી. આ ઘટનામાં ઓછામાં ઓછા 4 લોકો ઘાયલ થયા છે. ઈન્ડિયા ટુડે સાથે જોડાયેલા દિવ્યેશ સિંહના રિપોર્ટ અનુસાર આ ઘટના પાછળ પારિવારિક વિવાદ છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાળા કલરની SUV ચલાવનાર વ્યક્તિનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. આ પછી પરિવારના અન્ય સભ્યોએ દરમિયાનગીરી કરીને મહિલા અને કપલના બાળકને પોતાની સાથે લઈ જવાનું નક્કી કર્યું. આનાથી ગુસ્સે થઈને પત્ની અને બાળકને લેવા માટે આવેલા સસરાની કારને પતિએ ટક્કર મારી હતી.

આ ઘટનામાં, રસ્તા પર ઉભેલા બે લોકો અને એક બાઇક સવારને પણ SUVએ ટક્કર મારી હતી અને ઘણા મીટર સુધી ઢસડ્યા હતા. આ ઘટના 20 ઓગસ્ટે થાણેના બદલાપુર-અંબરનાથ રોડ પર બની હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

ADVERTISEMENT

સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ જે વાહનને ટક્કર મારી તે ફોર્ચ્યુનર વાહન હતું. માતા અને બાળક ફોર્ચ્યુનરની પાછળની સીટ પર બેઠા હતા.

શું છે વાયરલ વીડિયોમાં?

વાયરલ વીડિયોમાં બે કાર માલિકો વચ્ચે ઝઘડો કરતા જોઈ શકાય છે. પછી એક કાળી SUV આગળ ચાલે છે, જે બીજી કારના દરવાજા પાસે ઉભેલા વ્યક્તિને ટક્કર મારે છે. અથડામણ પછી વ્યક્તિ દૂર ફંગોળાઈને પડી જાય છે. આ દરમિયાન, અન્ય વ્યક્તિ બ્લેક એસયુવી પર કૂદીને તેનો જીવ બચાવે છે. આ પછી, ટક્કર મારતી કાર અમુક અંતર સુધી રસ્તા પર જાય છે અને પછી યુ-ટર્ન લઈને પાછા આવે છે. અને પ્રથમ કારને સામેથી જોરથી અથડાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટક્કર બાદ કેટલાક લોકો વાહનની નીચે આવી જાય છે. ઘટના બાદ રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અરાજકતાનો માહોલ હતો.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT