Maharashtra Politics: એક ફોનના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ, શરદ પવારના ઘરે બેઠકોનો ધમધમાટ; શું છે સમગ્ર મામલો

ADVERTISEMENT

Maharashtra Politics
મહારાષ્ટ્રમાં થશે ખેલ?
social share
google news

Maharashtra Politics:  લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. અહીં શાસક મહાયુતિ અને વિપક્ષ MVAના નેતાઓની વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે. NCPના બંને જૂથો દ્વારા ઘણા ધારાસભ્યો અને સાંસદોને લઈને દાવા કરી રહ્યા છે. હવે NCPના વડા અજિત પવારના નજીકના સાથી અમોલ મિતકારી (Amol Mitkari) ના એક ટ્વીટથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે તાજેતરમાં જ બીડ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતનાર NCP (શરદ પવાર) જૂથના નેતા બજરંગ સોનાવણેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ફોન કર્યો અને તેમની સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે. 

NCP નેતાના દાવા બાદ ગરમાયું રાજકારણ

અમોલ મિતકારી (Amol Mitkari)નું કહેવું છે કે,  બજરંગ સોનાવણેએ બે વખત અજિત પવારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે. મિતકારીના આ દાવા બાદ શરદ પવાર જૂથની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીમાં શરદ પવાર જૂથના 8 સાંસદો ચૂંટાયા છે. શરદ પવારની પાર્ટીએ 10 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે અજિત પવારના જૂથે માત્ર એક જ સીટ જીતી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શું કહ્યું?

બજરંગ સોનાવણેને બીડમાં તેમના સમર્થકો પ્રેમથી બજરંગ બાપ્પા કહીને બોલાવે છે. ખરેખર, બીડમાં દાદાને બાપ્પા કહેવામાં આવે છે. NCPના વડા અજિત પવાર પણ તેમના સમર્થકોની વચ્ચે દાદાના નામથી ચર્ચિત છે. અમોલ મિતકારી (Amol Mitkari) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, આજે 'બીડના બાપ્પાનો દાદા' પર ફોન આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે મિતકારીએ પણ મીડિયા સામે આવીને આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ADVERTISEMENT


સોનવણેએ દાવાને ફગાવ્યો

જોકે, સોનાવણેએ અમોલના દાવાને નકારી કાઢ્યો અને સ્પષ્ટ કર્યું કે તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી શરદ પવાર સાથે રહેશે. તાજેતરની ચૂંટણીમાં સોનવણેએ બીડથી ભાજપના ઉમેદવાર પંકજા મુંડેને હરાવ્યા છે.

શિંદે જૂથે પણ દાવો કર્યો

આ પહેલા શિવસેનાના નવા ચૂંટાયેલા સાંસદ નરેશ મ્હસ્કેએ દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેના બે સાંસદો એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટીના સંપર્કમાં છે. ઉદ્ધવ જૂથે લોકસભા ચૂંટણીમાં 9 બેઠકો જીતી છે. એકનાથ શિંદે જૂથે 7 બેઠકો જીતી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT