મહાદેવ સટ્ટાબાજી એપ મામલે મોટી કાર્યવાહી, મુંબઈમાં ડાબર ગ્રુપના ચેરમેન અને ડાયરેક્ટર પર FIR

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહાદેવ ઓનલાઈન સટ્ટા એપ કેસમાં મોટી કાર્યવાહીના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસે કોર્ટના આદેશ પર ઉદ્યોગપતિ મોહિત બર્મન અને ગૌરવ બર્મન પર FIR નોંધી છે. આ બંને ડાબર ગ્રુપના ચેરમેન અને ડાયરેક્ટર હોવાનું કહેવાય છે.

મહાદેવ બુકિંગ એપ પર પ્રતિબંધ

તમને જણાવી દઈએ કે, મહાદેવ બુકિંગ એપ પર હાલમાં જ કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. આ એપ EDની તપાસ હેઠળ છે. EDએ આ કેસમાં છત્તીસગઢમાંથી બે પોલીસકર્મીઓની પણ ધરપકડ કરી છે. વાસ્તવમાં, ગયા અઠવાડિયે એક સામાજિક કાર્યકર્તા પ્રકાશ બેંકરની ફરિયાદ પર કુર્લા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ પર મુંબઈમાં મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશનને લઈને FIR નોંધવામાં આવી હતી. આ એફઆઈઆરની કોપીમાં આરોપી નંબર 16 અને આરોપી નંબર 18 ઉદ્યોગપતિ મોહિત બર્મન અને ગૌરવ બર્મન છે. FIRમાં કુલ 31 આરોપીઓ છે. એફઆઈઆરમાં મોહિત બર્મનનું સરનામું ફોર્ટ મુંબઈ તરીકે દર્શાવવામાં આવ્યું છે, જ્યાં કંપનીના રજિસ્ટ્રાર અનુસાર તેમની કંપનીની ઓફિસ આવેલી છે.

‘FIRમાં મેચ ફિક્સિંગ રેકેટનો ઉલ્લેખ’

મુંબઈ પોલીસની FIR 7 નવેમ્બરના રોજ માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ FIR ખિલાડી એપ સામે દાખલ કરવામાં આવી હતી, જે મહાદેવ બુકની સપોર્ટિંગ એપ પણ છે. આજતકે (aajtak)એ એક મહિના પહેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે મહાદેવ એપ પ્લેટફોર્મના માલિક સૌરભ ચંદ્રકરે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ મુશ્તાકીમ સાથે હાથ મિલાવી લીધો છે. સૌરભ અને મુશ્તાકીમે સાથે મળીને એક ગેમ એપ લોન્ચ કરી છે. તેનું નામ છે ‘ખેલોયાર’, જે ભારત અને પાકિસ્તાનમાં ચલાવવામાં આવી રહી છે. મુંબઈમાં નોંધાયેલી એફઆઈઆરમાં પણ સૌરભ ચંદ્રાકર, મુશ્તાકીમ, રવિ ઉપ્પલ અને અન્ય ઘણા લોકો દ્વારા ચલાવવામાં આવી રહેલા મેચ ફિક્સિંગ રેકેટનો ઉલ્લેખ છે.

ADVERTISEMENT

આવી રીતે ફેલાયેલું છે આખું રેકેટ

પ્રકાશ બંકરની ફરિયાદ મુજબ, એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપી ચંદર અગ્રવાલ અને લંડન નિવાસી દિનેશ ખંભાત ભારતમાં આયોજિત ક્રિકેટ લીગમાં મેચ ફિક્સિંગ માટે મુખ્ય સટ્ટેબાજ છે અને આ વેબસાઈટો અને એપ્સ દ્વારા પણ કરવામાં આવે છે. આરોપી અમિત શર્મા બંને સાથે જોડાયેલો છે, તે આ પ્રક્રિયામાં તેમની મદદ કરે છે. ચંદર અગ્રવાલની લીગમાં બેકડોર પાર્ટનરશિપ છે અને તેને દુબઈના કનેક્ટિંગ પર્સન હેમંત સૂદ અને રોહિત કુમાર મુર્ગોઈ કરે છે.

FIRમાં ફરિયાદીના નિવેદન મુજબ, રોહિત કુમાર મુર્ગોઈ અને દિનેશ ખંભાત, મોહિત બર્મન અને ગૌરવ બર્મન સાથે સંકળાયેલા છે. એફઆઈઆરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે મોહિત બર્મન અને ગૌરવ બર્મનની ક્રિકેટ લીગ ટીમની એક ટીમમાં ઈક્વિટી હિસ્સો છે. તેમણે પ્લેયર્સ બુક વેબસાઈટ પોર્ટલ ઓપરેટ કરવા માટે અન્ય આરોપીઓ સાથે ભાગીદારી કરી છે.

ADVERTISEMENT

બોલિવૂડ સ્ટાર્સની પણ કરાઈ રહી છે તપાસ

EDએ આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી જેમાં સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ સહિત અન્ય આરોપીઓ વિકાસ ચપ્પરિયા, ચંદ્રભૂષણ વર્મા, સતીશ ચંદ્રાકર, અનિલ દમ્માણી, સુનીલ દમ્માણી, વિશાલ આહુજા અને ધીરજ આહુજા સહિત 14 લોકોના નામ આપવામાં આવ્યા હતા. બોલિવૂડના ઘણા કલાકારો અને અભિનેત્રીઓ પણ તપાસ હેઠળ છે. તેના પર ગેરકાયદેસર સટ્ટાબાજીની એપને પ્રમોટ કરવાનો આરોપ છે. જેમાં રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, હુમા કુરેશી, નુસરત ભરૂચા, સની લિયોન અને બીજા ઘણા નામ સામેલ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT