લો બોલો! MP ની સરકારી ઓફીસની આગ એટલી ભયાનક કે ઓરફોર્સ-આર્મીની મદદ મંગાઇ
ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની એક સરકારી ઇમારતમાં લાગેલી આગ બેકાબુ બની છે. 6 કલાક પછી પણ સાતપુડા ભવનમાં લાગેલી આગ પર હજી સુધી કાબુ…
ADVERTISEMENT
ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની એક સરકારી ઇમારતમાં લાગેલી આગ બેકાબુ બની છે. 6 કલાક પછી પણ સાતપુડા ભવનમાં લાગેલી આગ પર હજી સુધી કાબુ મેળવી શકાયો નથી. આગ સતત ફેલાઇ રહી હોવાના કારણે ઉપરાંત ફાયર વિભાગ કાબુ કરી શકે તેમ નહી હોવાના કારણે હવે આગ ઓલવવા માટે સેના બાદ એરફોર્સની મદદ લેવી પડે તેવી શખ્યતા છે. જેના કારણે આજે એરફોર્સના હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ રાત્રે ભોપાલ ઘટના સ્થળે પહોંચશે.
આ અંગે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણી વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરીને ઘટના અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલી વાતચીતમાં સાતપુડા ભવનની આગથી વાકેફ કર્યા હતા. મુખ્યમંત્રી આગ ઓલવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી કામગીરીની પણ માહિતી આપી હતી. કેન્દ્ર સરકારના વિભાગો તરફથી મળેલી મદદ અંગે પણ માહિતી આપી હતી.
સાતપુરા ભવનના 4 માળની આગની ઝપટે આવી જતા સાવ ખંડેર થઇ ચુક્યું છે. આદિજાતી કલ્યાણ વિભાગનો એ માળ તથા આરોગ્ય વિભાગના ત્રણ માળમાં આગ લાગી ગઇ છે. આ ઉપરાંત સીએમ હેલ્પ લાઇન, સ્વનિર્ભર ભારત અને આરોગ્ય વિભાગના અનેક જરૂરી દસ્તાવેજો બળીને ખાખ થઇ ચુક્યા છે. હાલ આ આગ સતત ફેલાઇ રહી છે. જેના પર કાબુ મેળવવા માટે સ્થાનિક ઉપરાંત કેન્દ્રીય એજન્સીઓ પણ કામે લાગી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT