'સાસુ-સસરાને સાચવા પડશે નહીંતર પુત્રવધૂને......', કોર્ટે સંભળાવ્યો કડક આદેશ

ADVERTISEMENT

શું છે સંપૂર્ણ મામલો?
Indore case
social share
google news

Divorce Case: મધ્યપ્રદેશની ઈન્દોર (Indore) જિલ્લા ફેમિલી કોર્ટે એક ચુકાદો આપતાં છૂટાછેડા લીધેલી પુત્રવધૂને સાસરીનું ઘર ખાલી કરવાનો આદેશ કર્યો છે. સાથે જ કોર્ટે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જો પુત્રવધૂને સાસરિયાઓની સંભાળ લેવામાં રસ ન હોય તો તેણે તાત્કાલિક ઘર ખાલી કરી દેવું જોઈએ.  વાસ્તવમાં ઈન્દોરના રહેવાસી 80 વર્ષીય પ્રોફેસર મહાદેવ પ્રસાદ યાદવે છૂટાછેડા લઇ ચૂકેલી પુત્રવધૂ વિરુદ્ધ ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. 

શું છે સંપૂર્ણ મામલો?

તમને જણાવી દઈએ કે પ્રોફેસર યાદવનું વિજય નગર સ્કીમ 78માં બે માળનું મકાન છે. અહીં યાદવ તેની પત્ની સાથે ઉપરના માળે રહે છે. નીચેના ભાગમાં, એન્જિનિયરિંગ કૉલેજના પ્રોફેસરની પુત્રવધૂ રહે છે, જેમણે ગયા વર્ષે પ્રોફેસર યાદવના પુત્રથી છૂટાછેડા લીધા હતા. પરંતુ પુત્રવધૂ ઘર છોડવા તૈયાર ન હતી અને ભરણપોષણ માટે દાવો પણ કર્યો હતો. સાથે જ પુત્રવધૂનું સાસુ અને સસરા સાથેનું વર્તન પણ ખૂબ જ ખરાબ હતું. નિરાશ થઈને સસરા પ્રોફેસર યાદવે કોર્ટમાં સિવિલ કેસ દાખલ કર્યો, જ્યાં કેસની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, પુત્રવધૂને જો સાસુ-સસરા સાથે કોઈ લેવાદેવા ન હોય અને તેની સારસંભાળ ન લઇ શક્તિ હોય તો તરત જ ઘર ખાલી કરે તેનો ઘર પર કોઈ અધિકાર નથી.

ભરણપોષણની અરજી ફગાવી

પુત્રવધૂ દ્વારા પતિ પર લાદવામાં આવેલા ભરણપોષણના મામલામાં કોર્ટે કહ્યું કે પુત્રવધૂ ભલે સારી નોકરી કરતી હોય, પરંતુ તેણે પોતાના રહેવાની વ્યવસ્થા જાતે કરવી જોઈએ. આ અંગે એડવોકેટ અમરસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પ્રોફેસરની વહુનો પગાર મહિને 1.5 લાખ રૂપિયાથી વધુ છે. તેણે તેના પતિ પાસેથી ભરણપોષણ પણ માંગ્યું હતું. જેને કોર્ટે ફગાવી દીધો હતો.

ADVERTISEMENT

છૂટાછેડાની અરજી સ્વીકારી

તેમજ કોર્ટે પુત્રવધૂના વર્તનને ખરાબ ગણીને છૂટાછેડાની અરજી સ્વીકારી હતી. કોર્ટે પ્રોફેસરની પુત્રવધૂને તેના સસરાનું ઘર ખાલી કરવા કહ્યું છે અને કેસ લડવા માટે તેના સસરા દ્વારા ખર્ચવામાં આવેલા 60,000 રૂપિયા પરત કરવાનો આદેશ પણ આપ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT