આખા સુરતમાં મફત મળી રહ્યું છે દુધ: સરકાર પણ જે ન કરી શકી તે માલધારીઓએ કરી દેખાડ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ માલધારી સમાજે સુરતમાં અનોખી રીતે વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે તબેલા પર બુલડોઝર ફરી વળતા માલધારીઓ રોષે ભરાયા હતા. આ દરમિયાન તેમણે વિરોધ કરવા માટે અનોખી રીત અપનાવી હતી. એટલુ જ નહીં આ દરમિયાન તેમણે દૂધ ન વેચવાના નિર્ણય કરવાની સાથે એક એવી પહેલ શરૂ કરી કે જેનાથી સ્થાનિકોને મોટી માત્રામાં લાભ થયો હતો. તેમણે જનતા માટે એવો ખાસ કાર્યક્રમ શરૂ કર્યો કે લોકો ઘણા ઉત્સાહિત થઈ ગયા હતા.

ડભોળીમાં માલધારીઓનું ખાસ વિરોધ પ્રદર્શન
સુરતમાં તબેલા પર બુલડોઝર ફરી વળતા માલધારી સમાજે ઉગ્ર વિરોધ શરૂ કરી દીધો હતો. આ દરમિયાન માલધારી સમાજ મોટી સંખ્યામાં દૂધ ભરેલા કેન લઈને પહોંચી ગયા હતા. નોંધનીય છે કે આની સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે આજે તેઓ દૂધ નહીં વેચે અને તમામ દૂધનું ફ્રીમાં લોકોને વિતરણ કરશે. આ અનોખા વિરોધ પ્રદર્શને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

ADVERTISEMENT

દૂધ માટે ખાસ કાર્યક્રમનું આયોજન
માલધારીઓએ ત્યારપછી જાહેરમાં દૂધ પીવડાવવાનાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં જનતાને તેઓ ફ્રીમાં દૂધ પીવડાવતા હતા. આ દરમિયાન લોકો ગ્લાસોને ગ્લાસો ભરીને દૂધ ગટગટાવી ગયા હતા. અહીં એટલા બધા દૂધના કેન હતા કે લોકોના પેટ ભરાઈ ગયા પરંતુ દૂધની માત્રા ઓછી થઈ નહોતી. માલધારીઓ આ દરમિયાન લોકોને દૂધ પીવા માટેની પ્રેરણા પણ આપી રહ્યા હતા.

ADVERTISEMENT

With Input- સંજયસિંહ રાઠોડ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT