LSG vs SRH: કૃણાલ પંડ્યા સામે SRHની ટીમ બની લાચાર, લખનઉ સુપર જાયન્ટસની 5 વિકેટથી ધમાકેદાર જીત

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની દસમી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને પાંચ વિકેટે હરાવ્યું. સનરાઇઝર્સે લખનૌ સામે 122 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જે તેણે સરળતાથી હાંસલ કરી લીધો હતો. લખનૌની જીતનો હીરો કૃણાલ પંડ્યા હતો જેણે બોલ અને બેટથી શાનદાર રમત રમી હતી. લખનૌ સુપર જાયન્ટ્સની ત્રણ મેચમાં આ બીજી જીત છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીતને કારણે લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર આવી ગઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.

122 રનના ટાર્ગેટનો પીછો કરતા લખનૌની શરૂઆત એટલી સારી રહી નહોતી અને તેણે 45 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. કાઈલ મેયર્સ (13 રન) પહેલા આઉટ થયો હતો જેને ઈમ્પેક્ટ પ્લેયર ફઝલહક ફારૂકીએ આઉટ કર્યો. ત્યારબાદ દીપક હુડ્ડા (7 રન) ભુવનેશ્વર કુમારના હાથે કેચ એન્ડ બોલ્ડ થયો હતો.

ADVERTISEMENT

આ પછી કેપ્ટન કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યા વચ્ચે 55 રનની ભાગીદારી નોંધાઈ હતી, જેણે મેચને લખનૌ તરફ વાળી દીધી. આ પછી લખનૌએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં તે જીતની નજીક પહોંચી ગયું હતું. કૃણાલે 23 બોલમાં 34 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે સમયે કેએલ રાહુલે 31 બોલમાં 35 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા સામેલ હતા. સનરાઇઝર્સ તરફથી આદિલ રશીદે સૌથી વધુ બે ખેલાડીઓ (કેએલ રાહુલ અને રોમારીયો શેફર્ડ)ને આઉટ કર્યા.

ADVERTISEMENT

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે ટીમ માટે ઘાતક સાબિત થયો હતો. ત્રીજી ઓવરમાં વિકેટો પડવાનું શરૂ થયું અને અંત સુધી ચાલું રહ્યું. મયંક અગ્રવાલ સૌથી પહેલા આઉટ થયો હતો, જે કૃણાલ પંડ્યા આઉટ કર્યો. કૃણાલે ત્યારપછી એક જ ઓવરમાં અનમોલપ્રીત સિંહ (31 રન) અને કેપ્ટન એડન માર્કરામ (0 રન)ને આઉટ કર્યા.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT