ભગવાન રામ શિકાર કરતા હતા અને માંસ ખાતા હતા, NCP નેતાનું વિવાદિત નિવેદન
મુંબઇ : એનસીપી ચીફ શરદ પવાર જુથના નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામ અંગે વિવાદિત ટીપ્પણી કરી હતી. તેમણે શિરડીના એક કેમ્પ દરમિયાન રામ મંદિરનું ઉદ્ધાટન…
ADVERTISEMENT
મુંબઇ : એનસીપી ચીફ શરદ પવાર જુથના નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામ અંગે વિવાદિત ટીપ્પણી કરી હતી. તેમણે શિરડીના એક કેમ્પ દરમિયાન રામ મંદિરનું ઉદ્ધાટન કરવા અંગે નિવેદન આપીને વિવાદનો મધપુડો છંછેડ્યો છે. તેમણે કહ્યું કે, રામ અમારા છે, જે બહુજનોના છે. રામ શિકાર કરતા હતા અને માસ ખાતા હતા. એટલા માટે અમે પણ માંસાહારી છે પરંતુ તમે લોકો તેને માત્ર શાકાહારી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. પોતાની વાતને સાચી સાબિત કરવા માટે તર્ક પણ આપ્યો કે, 14 વર્ષ જંગલમાં રહેનારો વ્યક્તિ શાકાહારી ભોજન ક્યાંથી એકત્ર કરશે.
શિરડીની શિબિર બાદ નેતાએ બફાટ કર્યો
શિરડીમાં શિબિર બાદ પોતાના ભાષણમાં જિતેન્દ્ર આવ્હાડે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભગવાન રામ માંસાહારી હતા અને કેટલાક લોકો તેને શાકાહારી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઇ વ્યક્તિ જો 14 વર્ષ જંગલમાં રહ્યા, શાકાહારી ભોજન ક્યાંથી શોધતા હશે? હું પણ રામ ભક્ત છું અને માંસ ખાઉ છું.
શું રામે જંગલમાં મેથીનું શાક આરોગ્યુ?
ભાષણ બાદ મીડિયા સાથેની વાતચીતમાં આવ્હાડે કહ્યું કે, મે કોઇ વિવાદિત નિવેદન નથી આપ્યું. હું મારા નિવેદન પર તટસ્થ છું. શ્રી રામને શાકાહારી બનાવાઇ રહ્યા છે. જો કે શું વનવાસ દરમિયાન તેમણે મેથીની ભાજી ખાધી હતી? આ દેશમાં 80 ટકા લોકો માંસાહાર કરે છે અને તેઓ રામ ભક્ત છે.
ADVERTISEMENT
અમે મોઢે રામ અને મનમાં રાવણ નથી રાખતા
પોતાના નિવેદન અંગે તર્ક આપતા આવ્હાડે માનવના ઇતિહાસનો હવાલો ટાંક્યો હતો. તેમણે કહ્યું કે, હજારો વર્ષ પહેલા જ્યારે કાંઇ પણ ઉગાડવામાં આવતું નહોતું ત્યારે તમામ લોકો માસાહાર કરતા હતા. આવ્હાડે કહ્યું કે, અમે ક્યારે મોઢા પર રામ અને મનમાં રાવણ નથી રાખતા. રામ તમારા પિતા નથી અને અમારા પિતા પણ નથી. હું રામ દર્શન કરવા જઇ રહેલા ત્રણ દળના નેતાઓને પુછવા માંગુ છું કે શું માત્ર પોતાના માતા-પિતાની ઇચ્છાને કારણે 14 વર્ષનો વનવાસ ભોગવનારા રામ હાલ ત્રણ દળોમાં હોઇ શકે છે?
ADVERTISEMENT