Lok Sabha Elections Results: મોદી સરકારના 4 કે 5 નહીં 18 મંત્રીઓ હાર્યા, સ્મૃતિ ઈરાનીથી લઈને અર્જુન મુંડા સુધી...જુઓ આખું લિસ્ટ
Lok Sabha Election 2024 Results: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ચૂક્યા છે. પરિણામોમાં NDAને બહુમતી મળી છે. દેશભરની 543 લોકસભા સીટોમાંથી NDAએ 292 સીટો જીતી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 233 સીટો મળી છે.
ADVERTISEMENT
Lok Sabha Election 2024 Results: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ચૂક્યા છે. પરિણામોમાં NDAને બહુમતી મળી છે. દેશભરની 543 લોકસભા સીટોમાંથી NDAએ 292 સીટો જીતી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 233 સીટો મળી છે. અન્યના ખાતામાં 18 સીટો ગઈ છે. આ વખતની ચૂંટણીમાં અનેક દિગ્ગજોને કારમી હારનો સામનો કરવો પડ્યો, જેમાં નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ 14 મંત્રીઓ પણ છે. આ 14 મંત્રીઓને તેમના વિસ્તારના લોકોએ હારનો સ્વાદ ચખાડ્યો છે. ચાલો જાણીએ એવા કોણ મંત્રીઓ છે, જેમને આ વખતે સામાન્ય ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.
અમેઠીથી સ્મૃતિ ઈરાનીની હાર
છેલ્લી બે સરકારોમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા સ્મૃતિ ઈરાની (Smriti Irani) આ વખતે ચૂંટણીમાં હારી ગયા છે. તેઓને અમેઠી લોકસભા સીટ (Amethi Lok Sabha Seat) પરથી કોંગ્રેસના કિશોરી લાલ શર્મા (Kishori Lal Sharma)એ 1,67,196 મતોથી હરાવ્યા છે. કિશોરી લાલ શર્માને 5,39,228 વોટ મળ્યા, જ્યારે સ્મૃતિ ઈરાનીને 3,72,032 વોટ મળ્યા. તમને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હરાવ્યા બાદ ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
લખીમપુર ખીરીથી અજય ટેનીની હાર
ઉત્તર પ્રદેશની લખીમપુર ખીરી લોકસભા સીટ (Lakhimpur Kheri) પરથી કેન્દ્રીય મંત્રી અજય મુશ્રા ટેની (Ajay Mishra Teni) ચૂંટણી હારી ગયા છે. તેઓ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઉત્કર્ષ વર્મા મધુર સામે 34,329 મતોથી હારી ગયા છે. અજય મિશ્રા ટેનીને 5,23,036 વોટ મળ્યા, જ્યારે ઉત્કર્ષ વર્મા મધુરને 5,57,365 વોટ મળ્યા.
ADVERTISEMENT
અર્જુન મુંડા ખુંટીથી હારી ગયા
કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા ઝારખંડની ખુંટી લોકસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તેમને કોંગ્રેસના કાલીચરણ મુંડા (Kalicharan Munda)એ 1,49,675 મતોથી હરાવ્યા છે. ખુંટીના લોકોએ અર્જુન મુંડાને 3,61,972 વોટ આપ્યા, જ્યારે કાલીચરણ મુંડાને 5,11,647 વોટ મળ્યા.
શશિ થરૂરે રાજીવ ચંદ્રશેખરને હરાવ્યા હતા
કોંગ્રેસ નેતા શશિ થરૂરે કેરળની રાજધાની તિરુવનંતપુરમ લોકસભા સીટ (Thiruvananthapuram Lok Sabha Seat) પરથી કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર (Rajiv Chandrasekhar)ને 16,077 મતોથી હરાવ્યા છે. જનતાએ શશિ થરૂરને 3,58,155 વોટ આપ્યા, જ્યારે રાજીવ ચંદ્રશેખરને 3,42,078 વોટ મળ્યા.
ADVERTISEMENT
એલ મુરુગનને કારમી હાર
તમિલનાડુની નીલગિરી લોકસભા બેઠક (Nilgiris Lok Sabha Seat) પરથી કેન્દ્રીય મંત્રી એલ મુરુગન (L Murugan)ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેઓને ડીએમકેના એ રાજા (Andimuthu Raja) દ્વારા 2,40,585 મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા. નીલગીરીના લોકોએ એ રાજાને 4,73,212 વોટ આપ્યા જ્યારે એલ મુરુગનને 2,32,627 વોટ મળ્યા.
ADVERTISEMENT
આરાથી આર.કે સિંહની હાર
કેન્દ્રીય મંત્રી આરકે સિંહ (RK Singh) બિહારની આરા લોકસભા સીટ (Arah Lok Sabha Seat) પરથી 59,808 વોટથી હારી ગયા છે. તેમને સીપીઆઈએમના ઉમેદવાર સુદામા પ્રસાદે હરાવ્યા છે. સુદામા પ્રસાદને 5,29,382 વોટ મળ્યા જ્યારે આરકે સિંહને 4,69,574 વોટ મળ્યા.
અત્તિંગલના વી મુરલીધરન ત્રીજા સ્થાને
કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન કેરળની અટિંગલ લોકસભા બેઠક પરથી હારી ગયા છે. સૌથી મહત્વની વાત એ છે કે હારનું માર્જિન ઓછું હોવા છતાં તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. વી મુરલીધરનને કોંગ્રેસના અદુર પ્રકાશ (Adur Prakash)એ 16,672 મતોથી હરાવ્યા છે. અદૂર પ્રકાશ 3,28,051 મતો મેળવીને જીત્યા. CPIMના વી જોય 3,27,367 મતો મેળવીને બીજા ક્રમે જ્યારે વી મુરલીધરન 3,11,779 મતો મેળવીને ત્રીજા ક્રમે રહ્યા.
નિશીથ પ્રામાણિક કૂચ બિહારથી હારી ગયા
કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રામાણિક પશ્ચિમ બંગાળની કૂચ બિહાર લોકસભા બેઠક પરથી 39,250 મતોથી હારી ગયા છે. તેમને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ચંદ્ર બર્માએ હરાવ્યા છે. જગદીશ ચંદ્ર (Jagdish Chandra Barma)ને 7,88,375 વોટ મળ્યા, જ્યારે નિસિથ પ્રામાણિકને 7,49,125 વોટ મળ્યા.
સાધ્વી નિરંજન જ્યોતિ ફતેહપુરથી હારી ગયા
કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ (Niranjan Jyoti)ને ઉત્તર પ્રદેશની ફતેહપુર લોકસભા બેઠક (Ftehpur Lok Sabha Seat) પરથી હારનો સામનો કરવો પડ્યો છે. તેમને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નરેશ ચંદ્ર પટેલે 33,199 મતોથી હરાવ્યા. ફતેહપુરના લોકોએ નરેશ ચંદ્રને 5,00,328 વોટ આપ્યા જ્યારે સાધ્વી નિરંજન જ્યોતિને 4,67,129 વોટ મળ્યા.
રાવસાહેબ દાનવેની મોટી હાર
કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે મહારાષ્ટ્રની જાલના લોકસભા સીટ પરથી હારી ગયા છે. તેઓ કોંગ્રેસના કલ્યાણ વૈજીનાથરાવ કાલે સામે 1,09,958 મતોથી હાર્યા છે. જાલનામાં કાલેને 6,07,897 વોટ મળ્યા, જ્યારે રાવસાહેબ દાનવેને 4,97,939 વોટ મળ્યા.
બાડમેરથી કૈલાશ ચૌધરીની કારમી હાર
રાજસ્થાનની બાડમેર લોકસભા સીટ પર (Barmer Lok Sabha Seat)થી કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી (Kailash Choudhary)ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ 4,17,943 મતોના જંગી માર્જિનથી હારી ગયા. બાડમેરથી કોંગ્રેસના ઉમેદવાર ઉમ્મેદારમ બેનીવાલ 7,04,676 મતો મેળવીને વિજયી બન્યા હતા. બીજા ક્રમે અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટી રહ્યા, જેમને 5,86,500 મત મળ્યા. કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી ત્રીજા સ્થાને છે. તેમને 4,17,943 મત મળ્યા હતા.
કૌશલ કિશોર મોહનલાલગંજથી હારી ગયા
કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર ઉત્તર પ્રદેશની મોહનલાલગંજ લોકસભા બેઠક (Mohanlalganj Lok Sabha Seat) પરથી 70,292 મતોથી હારી ગયા છે. તેઓને સપાના ઉમેદવાર આરકે ચૌધરી (RK Chaudhary)એ હાર્યા છે. આરકે ચૌધરીને 6,67,869 વોટ મળ્યા, જ્યારે કૌશલ કિશોરને 5,97,577 વોટ મળ્યા.
ચંદૌલીથી મહેન્દ્ર નાથ પાંડેની હાર
કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાંડે ઉત્તર પ્રદેશની ચંદૌલી લોકસભા બેઠક (Chandauli Lok Sabha Seat) પરથી હારી ગયા છે, તેઓ સપાના ઉમેદવાર બિરેન્દ્ર સિંહ સામે 21,565 મતોથી હાર્યા છે. બિરેન્દ્ર સિંહને 4,74,476 વોટ મળ્યા જ્યારે મહેન્દ્ર નાથ પાંડેને 4,52,911 વોટ મળ્યા.
ભાનુ પ્રતાપ વર્મા જાલૌનથી હારી ગયા
કેન્દ્રીય મંત્રી ભાનુ પ્રતાપ વર્મા ઉત્તર પ્રદેશની જાલૌન લોકસભા બેઠક (Jalaun Lok Sabha Seat) પરથી હારી ગયા છે. તેમને સપાના ઉમેદવાર નારાયણ દાસ અહિરવાર (Narayan Das Ahirwar)એ 53,898 મતોથી હરાવ્યા હતા. જાલૌનના લોકોએ નારાયણ દાસને 5,30,180 વોટ આપ્યા જ્યારે ભાનુ પ્રતાપ વર્માને 4,76,282 વોટ મળ્યા.
બાંકુરામાંથી સુભાષ સરકારની હાર
સુભાષ સરકાર પશ્ચિમ બંગાળની બાંકુરા લોકસભા સીટ (Bankura Lok Sabha Seat) પરથી 32,778 મતોના માર્જીનથી હારી ગયા છે. તેમને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અરૂપ ચક્રવર્તી (Arup Chakravarthi)થી પરાજય મળ્યો છે. અરૂપ ચક્રવર્તીને 6,41,813 વોટ મળ્યા, જ્યારે સુભાષ સરકાર (Subhash Sarkar)ને 6,09,035 વોટ મળ્યા.
સંજીવ બાલિયાન મુઝફ્ફરનગરથી હારી ગયા
કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન ઉત્તર પ્રદેશની મુઝફ્ફરનગર લોકસભા સીટ પરથી હારી ગયા છે. તેમને સપાના ઉમેદવાર હરેન્દ્ર સિંહ મલિકે 24,672 મતોથી હરાવ્યા હતા. હરેન્દ્ર મલિકને 4,70,721 વોટ મળ્યા જ્યારે સંજીવ બાલિયાનને 4,46,049 વોટ મળ્યા.
ભગવંત ઘુબા બિદરમાંથી હારી ગયા
કેન્દ્રીય મંત્રી ભગવંત ખુબા (Bhagwant Khuba)ને કર્ણાટકની બિદર લોકસભા બેઠક પરથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેમને કોંગ્રેસના સાગર ઈશ્વર ખંડ્રેએ 1,28,875 મતોના જંગી માર્જિનથી હરાવ્યા. બિદરમાં સાગર ઈશ્વર ખંડ્રેને 6,66,317 વોટ મળ્યા, જ્યારે ભગવંત ખુબાને 5,37,442 વોટ મળ્યા.
કપિલ પાટીલ ભિવંડીથી હારી ગયા
કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલ મહારાષ્ટ્રની ભિવંડી લોકસભા સીટ પરથી હારી ગયા છે. તેમને NCP (શરદ જૂથ)ના સુરેશ ગોપીનાથ મ્હાત્રે 66,121 મતોથી હરાવ્યા હતા. સુરેશ ગોપીનાથ મ્હાત્રેને 4,99,464 વોટ મળ્યા જ્યારે કપિલ પાટીલને 4,33,343 વોટ મળ્યા.
ADVERTISEMENT