LIVE: ‘ભૂત ઉતરના પડેગા’, રાકેશ ટિકૈત કુસ્તીબાજોના સમર્થનમાં સરકારની ઝાટકણી કાઢી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોને સમર્થન આપવા માટે ખાપ પંચાયતો અને ખેડૂત સંગઠનો ખુલ્લેઆમ આગળ આવ્યા છે. એક તરફ પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન BKU ઉગ્રાનના કાર્યકર્તાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા છે, તો બીજી તરફ સંયુક્ત કિસાન મોરચાના લોકો પણ પોતાનું સમર્થન દર્શાવવા પહોંચ્યા છે. દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા 14 દિવસ (23 એપ્રિલ)થી ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને ખેડૂત સંગઠનો અને ખાપ પંચાયતોએ ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે.

ખાપની સાથે સાથે મોટા પ્રમાણમાં ખેડૂત સંગઠનો પણ પહોંચ્યા
ખાપની સાથે સાથે મોટી સંખ્યામાં ખેડૂત સંગઠનો પણ જંતર-મંતર પહોંચ્યા છે. રવિવારે ભારતીય કિસાન યુનિયન ઉગ્રહાન અને યુનાઇટેડ કિસાન મોરચા બંનેના કાર્યકરોએ જંતર-મંતર પર એક સભાનું આયોજન કર્યું હતું. પંજાબથી આવેલા BKU ના સભ્યોએ પણ આ સમયગાળા દરમિયાન લંગર પીરસ્યું હતું. ભારે ભીડને જોતા, દિલ્હી પોલીસ પહેલેથી જ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. સોનીપત-દિલ્હી-હરિયાણા બોર્ડર પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રવિવારે સવારથી જ સિંઘુ બોર્ડર પર ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. SSB બટાલિયન પણ અહીં તૈનાત છે. પોલીસ અહીં ધરણાં કરીને ચેકિંગ કરી રહી છે.

રાકેશ ટિકૈતે કહ્યું કે અભિમાન ઉતારવું પડશે
રાકેશ ટિકૈતે GUJARATTAK સાથે એક્સક્લુઝીવ વાતચીત કરતા કહ્યું કે, પહેલવાનોએ અમને શાંતિપુર્ણ આંદોલનના સમર્થન કરતા અને સ્વયંસેવકોની તહેનાતી કરવા માટે કહ્યું છે. ટિકૈતે આગળ કહ્યું કે, દુર્ભાગ્યપુર્ણ છે કે જે લોકોએ દેશને ગૌરવાન્વિત કર્યા છે. તેમને બાહરી જેવું મહેસુસ કરાવવામાં આવી રહ્યા છે. દેશનું માન વધારનારા લોકો માટે બાહરી મહેસુસ કરવામાં આવી રહ્યા છે. જંતરમંતરમાં સંબોધિત કરતા રાકેશ ટિકૈતે કહ્યું કે, આ મુદ્દે ખાપ સાથે છે. આંદોલનના રોડમેપ મુદ્દે બેઠક ચાલી રહી છે. આ મુદ્દે મોદી સરકારની આલોચના શા માટે કરવામાં નથી આવી રહી. આ મુદ્દે રાહુલ ગાંધીની ટિકા થવી જોઇએ ? તેમણે કહ્યું કે ભુત ઉતારવું પડશે. તેના માટે ક્યારે પણ મરચાનો ઉપયોગ કરવો પડે છે તો ક્યારેક કંઇક બીજું કરવું પડે છે. ટિકૈતે સવાલ કર્યો ખે શું દિલ્હી પોલીસે પહેલા પણ આ પ્રકારની કલમ હેઠળ કોઇ કાર્યવાહી નથી કરી? જો નથી કરી તો તેની ધરપકડ કરે અને જો કરી છે તો આગળની કાર્યવાહી કરો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT