કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના બચ્ચાનું મોત, હવે આટલા ચિત્તા બચ્યા

Niket Sanghani

ADVERTISEMENT

કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના બચ્ચાનું મોત, હવે આટલા ચિત્તા બચ્યા
કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના બચ્ચાનું મોત, હવે આટલા ચિત્તા બચ્યા
social share
google news

નવી દિલ્હી: કુનો નેશનલ પાર્કમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં માદા ચિતા જ્વાલાને જન્મેલા 4 બચ્ચામાંથી એકનું મોત થયું છે. જો કે હજુ સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી. બીજી તરફ બચ્ચાના આ મોત પર કુનો નેશનલ પાર્કના ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું કે જ્વાલા નામની માદા ચિત્તાના બચ્ચાનું મોત થયું છે. વન વિભાગની ટીમ મોતનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.

કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓનો વસવાટ કરવા અને તેમનો પરિવાર વધારવા માટે વડાપ્રધાન આ નેશનલ પાર્કમાં આ પ્રોજેક્ટ લાવ્યા હતા, પરંતુ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના પરિવારમાં વધારો થવાને બદલે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

ચિત્તાઓના સતત મૃત્યુનો સિલસિલો
કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ સતત મૃત્યુ પામી રહ્યા છે. માર્ચમાં માદા ચિતા સાસાનું મૃત્યુ, ત્યારબાદ એપ્રિલમાં ઉદય નામની ચિત્તાનું મૃત્યુ અને ત્યારબાદ માદા ચિતા દક્ષાના મૃત્યુ બાદ આજે માદા ચિતા જ્વાલાના બચ્ચાનું મૃત્યુ થયું છે. આ સતત મૃત્યુથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે કુનો નેશનલ પાર્કમાં મોનિટરિંગ ટીમ અને તેની સાથે રહેલા નિષ્ણાતો પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કુનો નેશનલ પાર્કમાં છેલ્લા બે મહિનામાં ત્રણ ચિત્તાના મોત થયા છે, જ્યારે એક બચ્ચાનું પણ મોત થયું છે. કુનોમાં ચિત્તાઓની સંખ્યા સતત ઘટી રહી છે ત્યારે હવે ફરી એકવાર ચિત્તા પ્રોજેક્ટની સફળતા પર સવાલ ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

હવે 20 ચિત્તા રહ્યા
બે-ત્રણ મહિનામાં માદા ચિતા શાશાનું મૃત્યુ, પછી નર ચિતા ઉદય અને પછી માદા ચિતા દક્ષાનું મૃત્યુ થયું છે. ત્રણ ચિતા અને એક બચ્ચાના મૃત્યુ બાદ હવે કુનોમાં 24માંથી 20 ચિત્તા બાકી છે, જેમાંથી 17 માદા ચિત્તા અને 3 બચ્ચા છે.

પહેલા નામિબિયાથી પછી દક્ષિણ આફ્રિકાથી એમ કુનો નેશનલ પાર્કમાં અલગ-અલગ કન્સાઈનમેન્ટમાં લાવવામાં આવ્યા હતા. આ સાથે, તમામ ચિત્તાઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેના માટે અલગ નાના વાડ બનાવવામાં આવ્યા હતા. જેમાં તમામને શિફ્ટ કરવામાં આવ્યા હતા અને અલગ-અલગ સમયગાળામાં મોટા એન્ક્લોઝરમાં છોડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

75 વર્ષ પછી ભારતમાં ચિત્તા જોવા મળ્યા
લગભગ 75 વર્ષ પછી દેશમાં ચિત્તાને ફરીથી સ્થાપિત કરવાની કવાયત સાથે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. પોતાના જન્મદિવસ પર પીએમ મોદીએ ચિતાઓને મુક્ત કરી દેશને ચિત્તાની ભેટ આપી હતી. પરંતુ વારંવાર મૃત્યુના કારણે હવે આ પ્રોજેક્ટ ખોરવાઈ જવાની શક્યતાઓ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT