જેલમાં બેઠા-બેઠા લોરેન્સ બિશ્નોઈએ આ ગેંગસ્ટરને ખતમ કરવાનું ઘડ્યું હતું કાવતરું, કેવી રીતે ફેલ થયો પ્લાન?
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ આમ તો જેલમાં બંધ છે, પરંતુ તે જેલમાં બેઠા-બેઠા પણ પોતાના દુશ્મનોને મારી રહ્યો છે અને આમાં તેની મદદ કરે છે…
ADVERTISEMENT
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ આમ તો જેલમાં બંધ છે, પરંતુ તે જેલમાં બેઠા-બેઠા પણ પોતાના દુશ્મનોને મારી રહ્યો છે અને આમાં તેની મદદ કરે છે તેની ગેંગ. આવા જ એક દુશ્મનની હત્યાનું કાવતરું લોરન્સ બિશ્નોઈએ ઘડ્યું હતું, પરંતુ તેનો પ્લાન સાવ ફેલ થઈ ગયો.
લકી પટિયાલ અને લોરેન્સ એકબીજાના દુશ્મન
વાસ્તવમાં બિશ્નોઈ ગેંગની દુશ્મની બંબીહા ગેંગ સાથે છે, બંબીગા ગેંગનો ચીફ દેવેન્દ્ર બંબીહા પંજાબ પોલીસના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો અને હવે આ ગેંગની કમાન આર્મેનિયામાં બેઠાલો ગેંગસ્ટર લકી પટિયાલ સંભાળી રહ્યો છે. લકી પટિયાલ અને લોરેન્સ બિશ્નોઈ એકબીજાના જાની દુશ્મન છે. બંને ગેંગ માત્ર પંજાબમાં જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ ખુની ખેલ ખેલી રહ્યા છે.
દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
હવે આ બંનેની દુશ્મનીને લઈને મોટો ખુલાસો થયો છે. વાસ્તવમાં, વર્ષ 2022માં અઝરબૈાનતી પકડાયેલો સિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ અને બિશ્નોઈનો સૌથી ખાસ સચિન થાપને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની સામે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે પોલીસને જણાવ્યું છે કે, આર્મેનિયા જઈને લકી પટિયાલને ખતમ કરવાનો ટાસ્ક જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ તેને આપ્યો હતો.
ADVERTISEMENT
પ્લાન પ્રમાણે સિદ્ધુ મુસેવાલા પર કર્યો હુમલો
એક રિપોર્ટ પ્રમાણે આ પ્લાન પ્રમાણે સૌથી પહેલા સિદ્ધુ મુસેવાલાને નિશાન બનાવવામાં આવે છે. તે એટલા માટે કારણ કે લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગનું માનવું હતું કે સિદ્ધુ મુસેવાલા બંબીહા ગેંગને સપોર્ટ કરે છે. પ્લાન પ્રમાણે સૌથી પહેલા સિચન થાપન સિદ્ધુ મુસેવાલાની હત્યા માટે હથિયાર, શૂટર બધું જ એરેન્જ કરે છે અને પછી હત્યા પહેલા દિલ્હીથી તિલક રાજ તોટેજા નામનો ફેક પાસપોર્ટ બનાવીને દુબઈ ભાગી જાય છે.
દુબઈ થઈ સચિન ગયો અઝરબૈજાન
દુબઈમાં સચિનને લકી પટિયાલની હત્યાનો ટાસ્ક મળે છે. દુબઈથી તે અઝરબૈજાન (Azerbaijan) જાય છે. રાજસ્થાનનો કુખ્યાત ડોન રોહિત ગોદારા પહેલાથી જ અઝરબૈજાનમાં હાજર હોય છે. સચિન અને રોહિત અઝરબૈજાનમાં બેસીને લકી પટિયાલની હત્યાનો પ્લાન બનાવે છે.
ADVERTISEMENT
એપલ આઈડીથી પકડાયો સચિન
બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ ત્યારે તપાસ એજન્સીઓએ સચિનની એપલ આઈડીની ઓળખ કરી અને તેની સિગ્નલ આઈડીને ટ્રેક કરીને ઈન્ટરપોલની મદદથી તેને કસ્ટડીમાં લીધો. અઝરબૈજાનના જે વિસ્તારમાંથી સચિન પકડાયો હતો તે આર્મેનિયાથી માત્ર 200 કિલોમીટર દૂર હતો. 2023માં સ્પેશિયલ સેલની ટીમ સચિનને ભારત લાવી હતી.
ADVERTISEMENT
….તો લોરેન્સ બની જાત ઉત્તર ભારતનો સૌથી મોટો ડોન
એવું માનવામાં આવે છે કે જો પ્લાન મુજબ લકી પટિયાલની હત્યા થઈ જાત તો લોરેન્સ બિશ્નોઈ ઉત્તર ભારતનો સૌથી મોટો ડોન બની જાત, કારણ કે હાલમાં તેની ગેંગને ફક્ત બંબીહા ગેંગ તરફથી જ પડકારનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT