સલમાન ખાનના ભાઇના ઘર પર લોરેન્સ બિશ્નોઇ ગેંગનું ફાયરિંગ, વીડિયો બનાવી કર્યો દાવો
નવી દિલ્હી : લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલના બંગલા પર ફાયરિગનો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગેંગ દ્વારા દાવો કરવામાં આવ્યો…
ADVERTISEMENT
નવી દિલ્હી : લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલના બંગલા પર ફાયરિગનો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગેંગ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, ગિપ્પી ગ્રેવાલના કેનેડા ખાતેના મકાન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે આ મામલે હાલ પંજાબી સિંગરની તરફથી કોઇ નિવેનદ સામે નથી આવ્યું. ન આ મામલે કોઇ અધિકારીક નિવેદન સામે આવ્યું છે કે ન તો કોઇ અધિકારીક પૃષ્ટી થઇ છે.
લોરેન્સ બિશ્નોઇ ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે, ગિપ્પી ગ્રેવાલના કેનેડા ખાતે બંગલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે આ મામલે હાલ પંજાબી સિંગરની તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. ન તો આ મામલે કોઇ અધિકારીક નિવેદન આવ્રાયું છે.
બિશ્નોઇ ગેંગે વીડિયો બનાવીને જણાવ્યું કે, સલમાન ખાઇને ભાઇ ભાઇ કરતો ફરતો રહેતા એક એક્ટરના ઘર પર અમે હાલમાં જ ફાયરિંગ કર્યું છે. સલમાન ખાન સાથે જોડાયેલા તમામ લોકોને અમે વોર્નિંગ આપીએ છીએ. તેઓ પણ સલામત નથી.
ADVERTISEMENT
સલમાન ખાનને ભાઇ માને છે ગિપ્પી ગ્રેવાલ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગિપી ગ્રેવાલ ખ્યાતનામ પંજાબી સિંગર છે. તે સલમાન ખાનને ભાઇ માને છે. ગિપ્પી ગ્રેવાલ પંજાબનો ખ્યાતનામ સિંગર હોવા ઉપરાંત અભિનેતા, ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તે સલમાન ખાન પોતાના મોટા ભાઇ માને છે.
ADVERTISEMENT