ગર્ભવતી મહિલા અને બે બાળકોની હત્યાના દોષિતને આવી રીતે મળી ફાંસીમાંથી મુક્તીઃ ઘટના સમયે નાબાલિક

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા વ્યક્તિને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી બાદ કોર્ટે અરજદારની દલીલ અને પુરાવા સંમત થયા કે ઘટના સમયે તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. એટલે કે તે વખતે તે સગીર હતો. જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ હૃષીકેશ રોયે નારાયણ ચેતનરામ ચૌધરીને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો, જે સગીર હોવાનું સાબિત થયા બાદ દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને 25 વર્ષથી મૃત્યુદંડની રાહ જોઈ રહ્યો હતો.

Navsari: મોદીનો ફોટો ફાડવાના ગુનામાં કોંગ્રેસના MLA અનંત પટેલ દોષીત જાહેર, કોર્ટે 1 રૂપિયો પાછો આપ્યો

તેણે રજૂ કરેલા દસ્તાવેજોને સુપ્રીમે પણ પરવાનગી આપી
પૂણેમાં 1994 દરમિયાન રાઠી પરિવારની હત્યા કરવામાં આવી હતી. માર્યા ગયેલા લોકોમાં એક ગર્ભવતી મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. ચૌધરી 28 વર્ષથી જેલમાં છે. ચૌધરી ઉપરાંત આ સામૂહિક હત્યા કેસમાં ફાંસીની સજા પામેલા જીતેન્દ્ર નરસિંહ ગેહલોતે પણ 2016માં રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી. તેની અરજી પર મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. જોકે, ચૌધરીએ પોતાની દયા અરજી પાછી ખેંચી લીધી હતી અને સગીર હોવાની અરજી પર 2015માં સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. આના પુરાવા તરીકે ચૌધરીએ રાજસ્થાનમાં તેની શાળાના રેકોર્ડના દસ્તાવેજો જોડ્યા હતા. તેની પાસેથી સ્પષ્ટપણે પુષ્ટિ મળી હતી કે ચૌધરી સગીર છે. તેને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી હતી.

અદાણી-મોદીની મિલીભગતની, કરોડો રૂપિયાની વાત રાહુલ ગાંધીએ કરીઃ ભરતસિંહ સોલંકી

સાબિત થયા પછી પણ ત્રણ વર્ષ જેલમાં કાઢ્યા
તે પહેલા, ચૌધરી પાસે તેની કિશોરાવસ્થા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ નહોતો. કારણ કે મહારાષ્ટ્રમાં તે નવમા અને દસમામાં એટલે કે દોઢ વર્ષ જ ભણ્યો હતો. ચાર વર્ષ પહેલાં, જાન્યુઆરી 2019માં, સુપ્રીમ કોર્ટે પૂણેના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજને ચૌધરીની ઉંમર નક્કી કરવા કહ્યું હતું. ન્યાયાધીશે પોતાનો તપાસ અહેવાલ સીલબંધ કવરમાં રજૂ કર્યો હતો. પાંચ મહિના પછી, મે 2019 માં, ઉનાળાના વેકેશન દરમિયાન, ન્યાયમૂર્તિ ઇન્દિરા બેનર્જી અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ પરબિડીયું ખોલ્યું અને ચૌધરીના દાવા અને દલીલો રિપોર્ટમાં હતી તે જ હતી. દાવો સાચો સાબિત થયા બાદ પણ રીલીઝ ઓર્ડર જારી કરવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. હવે આજે સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે ચૌધરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT