કોંગ્રેસને વધુ એક ઝટકાની શક્યતાઃ માનહાનિ કેસમાં હવે અશોક ગેહલોતની મુશ્કેલીઓ વધી શકે!

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ સંજીવની કોઓપરેટિવ સોસાયટી કૌભાંડ કેસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ફરિયાદી અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ​​અરજીમાં લાગેલા આરોપોની તપાસનો આદેશ આપ્યો છે. હવે તપાસ રિપોર્ટની રાહ જોઈને સુનાવણી 25 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.

‘દરેક કિંમત ચુકવવા તૈયાર છું’, સંદસ સભ્યપદ ગયા પછી રાહુલ ગાંધીનું પહેલું નિવેદન

સાંસદ અને ધારાસભ્ય વિરૂદ્ધ દાખલ થયેલા કેસોની તપાસ માટેની વિશેષ અદાલત રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે જોઈન્ટ કમિશનરે તેની જાતે તપાસ કરવી જોઈએ અથવા ઈન્સ્પેક્ટર રેન્કના કોઈ અધિકારીને તેની તપાસ કરાવવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં ઈન્સ્પેક્ટરના રેન્કથી નીચેના અધિકારીએ તપાસ હાથ ધરવી જોઈએ નહીં. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનર પાસેથી રિપોર્ટ માંગ્યો. કોર્ટે કહ્યું કે આ મુદ્દાઓની તપાસ કરીને રિપોર્ટ દાખલ કરો.

કમોસમી વરસાદને પગલે ચરોતરમાં ઘઉં પકવતા ખેડૂતો પાયમાલ થવાના આરે

ઊભા થયા આ સવાલો
શું ફરિયાદી ગજેન્દ્ર સિંહ શેખાવતને આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા અશોક ગેહલોત દ્વારા આરોપી તરીકે સંબોધવામાં આવ્યા હતા? શું આરોપી અશોક ગેહલોતે એવું નિવેદન આપ્યું છે કે સંજીવની કૌભાંડમાં ફરિયાદી ગજેન્દ્ર સિંહ શેખાવત સામેનો આરોપ સાબિત થયો છે? શું સંજીવની કૌભાંડમાં તપાસ દરમિયાન શેખાવત કે તેના પરિવારના સભ્યોને આરોપી બનાવવામાં આવ્યા હતા?

ADVERTISEMENT

નક્ષત્ર આધારિત ખેતીથી ખેડાના ખેડૂતે કર્યું કુલ 3 વીઘા જમીનમાં 289.5 ક્વિન્ટલ બટાકાનું બમ્પર ઉત્પાદન

કોર્ટે ગેહલોતને સમન્સ આપવા પર રોક લગાવી
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાનના સીએમ અશોક સિંહ ગેહલોત વિરૂદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં સંજીવની કૌભાંડમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ કેસમાં સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. શેખાવતે આરોપ લગાવ્યો છે કે સીએમ અશોક ગેહલોતે આ કૌભાંડમાં મારું અને મારા પરિવારનું નામ ખેંચ્યું છે. જેનાથી મારી સામાજિક છબીને ઘણું નુકસાન થયું છે. શુક્રવાર સાંજથી જ તમામની નજર કોર્ટના નિર્ણય પર હતી. કોર્ટે હાલમાં અશોક ગેહલોતને સમન્સ જારી કરવા પર રોક લગાવી છે. અશોક ગેહલોતે સંજીવની કોઓપરેટિવ કેસમાં ગજેન્દ્ર સિંહ શેખાવત પર ઘણી વખત આરોપ લગાવ્યા હતા. તેમના આ નિવેદન પર શેખાવતે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. હાલમાં દિલ્હીમાં બે કેસ ચાલી રહ્યા છે જેમાં શેખાવત અને ગેહલોત સામ-સામે છે. માનહાનિના કેસ ઉપરાંત દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ફોન ટેપિંગ કેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડી લોકેશ શર્માની પણ સતત પૂછપરછ કરી રહી છે. બે દિવસ પહેલા જ લોકેશ શર્માની લગભગ 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT