શિવસેનાના ચૂંટણી ચિહ્ન ફાળવણી મામલે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનો જવાબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ શિવસેનાના નામ અને ચૂંટણી નિશાનની ફાળવણી પર ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું છે. ચૂંટણી પંચે ચુંટણી ચહ્ન તરીકે ધુનુષ અને બાળ એકનાથ જુથને આપવાના નિર્ણયને કાયદાકીય રીતે યોગ્ય કહ્યો છે. ઉલ્લેખનીય છે કે શિંદે જુથ દ્વારા બળવો કર્યા પછી શિવસેનાના નામ અને ચૂંટણી ચિહ્નને લઈને વિવાદ શરૂ થયો હતો. જે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ચૂંટણીના પરિણામ પણ આવી ગયા અને સરકાર પણ બની ચુકી છે જોકે આ મામલે હવે ચૂંટણી પંચ દ્વારા સોગંદનામું રજુ કરવામાં આવ્યું છે.

BIG BREAKING: કેન્દ્ર સરકારે 5 જ્યુડિશિયલ ઓફિસરને હાઇકોર્ટના જજ બનાવ્યા

ચૂંટણી પંચે સોગંદનામામાં શું દર્શાવ્યું
ચૂંટણી પંચ દ્વારા શિવસેના જુથ અને એકનાથ શિંદે જુથ વચ્ચેના ઘર્ષણ મામલામાં કોર્ટ સમક્ષ શિવસેનાના નામ અને ચૂંટણી ચિહ્ન એકનાથ શિંદે જુથને ફાળવવાના નિર્ણયને યોગ્ય નિર્ણય દર્શાવ્યો છે. અને તમામ કારણો અને આધાર સહિત આપ્યા છે. પંચે ઉદ્ધવ ઠાકરેના તે આરોપો આધારહીન અને અયોગ્ય કહ્યા છે જેમાં ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવાયા હતા.

GUJARAT માં લોકસભામાં 22 સાંસદોની ટિકિટ કપાટ તેવી શક્યતા, પાર્ટી’લ’ મોટા મોટા માથા કાપશે

આજે ન થઈ શકી સુનાવણી
ચૂંટણી પંચે કહ્યું કે નિર્ણય સંવૈધાનિક સ્તર પર કર્યો છે ન કે પ્રશાસનિક સ્તર પર. સાથે જ આ નિર્ણય સ્થાપિત નિયમો અંતર્ગત અર્ધ-ન્યાયિક સંસ્થાના તરીકે લેવામાં આવ્યો છે. તેથી આ મામલામાં ચૂંટણી પંચને પક્ષકાર ન બનાવી શકાય. જેથી તેને કેસના મેરિટ પર કશું નથી કહેવું. સુપ્રીમ કોર્ટમાં આજે આ મામલે સુનાવણી થઈ શકી નથી. બીજા મામલાની સુનાવણી દરમિયાન કોર્ટનો સમય પુરો થયો જેના કારણે આજે આ મામલે સુનાવણી થઈ શકી ન હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT