હેટ સ્પીચ રોકી શકવામાં અસમર્થ સરકારો નપુંસકઃ સુપ્રીમ કોર્ટ
સંજય શર્મા.નવી દિલ્હીઃ Hate Speechની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધર્મને રાજકારણ સાથે ભેળવવો એ નફરતભર્યા ભાષણનો સ્ત્રોત છે. નારાજગી વ્યક્ત…
ADVERTISEMENT
સંજય શર્મા.નવી દિલ્હીઃ Hate Speechની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધર્મને રાજકારણ સાથે ભેળવવો એ નફરતભર્યા ભાષણનો સ્ત્રોત છે. નારાજગી વ્યક્ત કરતાં જસ્ટિસ કે એમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નની બેન્ચે કોર્ટમાં કહ્યું કે, શું સરકારો નપુંસક બની ગઈ છે જે ચૂપચાપ બધું જોઈ રહી છે? આ લોકો સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી? રાજકારણીઓ સત્તા માટે ધર્મનો ઉપયોગ ચિંતાનો વિષય બનાવે છે.
Junagadh: વંથલી પાસે ગમખ્વાર અકસ્માત, બે ટ્રક સામ-સામે ભટકાયા
ધર્મને રાજકારણથી અલગ પાડવો પડશેઃ કોર્ટ
જસ્ટિસ નાગરત્ને કહ્યું કે સરઘસ કાઢવાનો અધિકાર અલગ બાબત છે અને તે સરઘસમાં શું કરવામાં આવે છે અથવા કહેવામાં આવે છે તે સંપૂર્ણપણે અલગ બાબત છે. બેન્ચે કહ્યું કે આ અસહિષ્ણુતા અને બુદ્ધિમત્તાના કારણે આપણે દુનિયામાં નંબર વન નથી બની શકતા. જો તમારે સુપર પાવર બનવું હોય તો સૌથી પહેલા તમારે કાયદાનું શાસન જોઈએ. પાકિસ્તાન જાઓ જેવા નિવેદનો નિયમિતપણે નાગરિક શિષ્ટાચારનું ઉલ્લંઘન કરે છે. હવે આપણે ક્યાં પહોંચી ગયા છીએ? એક સમયે અમારી પાસે નેહરુ, વાજપેયી જેવા વક્તા હતા. હવે ઉડાઉ તત્વોને સાંભળવા લોકોના ટોળા ઉમટી પડે છે. દ્વેષયુક્ત ભાષણથી છૂટકારો મેળવવા માટે ધર્મને રાજકારણથી અલગ પાડવો પડશે. હવે સુપ્રીમ કોર્ટની આ બેંચ આ મામલે આગામી સુનાવણી 28 એપ્રિલે કરશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT