મોડી રાત્રે અમેરિકા સહિત 7 દેશોએ કર્યો હુમલો, હુતી વિદ્રોહીઓની કમર ભાંગી નાખી
7 દેશોએ સંયુક્ત રીતે હૂતી વિદ્રોહીઓ પર આક્રમણ કર્યું છે. સાત દેશોની સેનાએ એક સાથે 18 ટાર્ગેટને નિશાન બનાવ્યા હતા અને હુમલામાં ભાગ લેનારા દેશોએ સંયુક્ત નિવેદન પણ બહાર પાડ્યું છે.
ADVERTISEMENT
America attack on Houthi Rebels: અમેરિકા અને બ્રિટને યમનમાં હૂતી વિદ્રોહીઓના સ્થાનો પર મોટો હુમલો કર્યો છે. બંને દેશોની સેનાઓએ રાજધાની સનાની આસપાસ હૂતીઓની 18 જગ્યાઓને નિશાન બનાવી છે. અને આ હુમલાને ઓસ્ટ્રેલિયા, બહેરીન, ડેનમાર્ક, કેનેડા, નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.
હુમલા અંગે અમેરિકાએ શું કહ્યું?
એક સંયુક્ત નિવેદનમાં, પેન્ટાગોને જણાવ્યું હતું કે, "ખાસ કરીને હૂતીની ભૂગર્ભ શસ્ત્રો સંગ્રહ સુવિધાઓ, મિસાઈલ સંગ્રહ સુવિધાઓ, માનવરહિત હવાઈ પ્રણાલી, હવાઈ સંરક્ષણ પ્રણાલી અને રડાર સહીત 8 સ્થળોએ હૂતી વિદ્રોહીઓના 18 સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનો ઉદેશ્ય વૈશ્વિક વેપાર, નૌકાદળના જહાજો અને નિર્દોષ નાવિકોના જીવનને જોખમમાં મૂકવા માટે હૂતીઓ વિરુદ્ધ લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યા હતા.
અમેરિકા વધુ હુમલા કરતાં ખચકાશે નહીં
આ અંગે યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને જણાવ્યું કે, યુ.એસ. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગોમાંના એક તેવા જીવન અને વાણિજ્યના માર્ગને બચાવવા માટે જરૂરી પગલાં લેવામાં જરા પણ ખચકાટ કરશે નહી.
ADVERTISEMENT
સમુદ્રી માર્ગોનું રક્ષણ કરવું અમારી સંયુક્ત જવાબદારી
બ્રિટનના સંરક્ષણ સચિવે જણાવ્યું હતું કે, "સમુદ્ર અને જળમાર્ગો પર જીવનનું રક્ષણ કરવાની અમારી ફરજ છે. તેથી જ રોયલ એર ફોર્સ યમનમાં હૂતીઓના લક્ષ્યોને અમે રોકીશું.જરૂર પડ્યે અમે વધારે હુમલા કરવા માટે પણ તૈયાર છીએ.'
અત્રે ઉલ્લેખનીય છે કે, હૂતીઓએ 19 નવેમ્બરથી લાલ સમુદ્ર અને એડનની ખાડીમાં ઓછામાં ઓછા 57 વખત જહાજો પર હુમલો કર્યો છે. ગયા અઠવાડિયે જ, હૂતીઓએ બ્રિટિશ માલિકીના કાર્ગો જહાજ અને યુએસ ડિસ્ટ્રોયર પર ડ્રોન હુમલાની જવાબદારી લીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT