‘VIDEO સુરક્ષિત રાખજો…’, સંસદની સુરક્ષાના ભંગ મામલે ‘માસ્ટરમાઇન્ડ’ લલિતે વોટ્સએપ પર મોકલ્યા મેસેજ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Parliament security breach : સંસદમાં સુરક્ષાની ચૂક મામલે પોલીસે અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે તેમનો વધુ એક સાથી લલિત ઝા હજુ ફરાર છે. જ્યારે બે આરોપીઓ ગૃહમાં કાર્યવાહી દરમિયાન સંસદમાં પ્રવેશ્યા અને બે બહાર વિરોધ કરી રહ્યા હતા ત્યારે લલિત પણ સંસદની બહાર હાજર હતો. તેણે સંસદની બહાર આરોપી નીલમ અને અમોલ દ્વારા કરેલા પ્રદર્શન અને સૂત્રોચ્ચારનો વીડિયો પણ બનાવ્યો હતો. તેની પાસે તમામ આરોપીઓના ફોન હતા. લલિતે આ વીડિયો તેના NGO પાર્ટનરને પણ વોટ્સએપ કર્યો હતો. આ પછી તે ફરાર થઈ ગયો હતો.

લલિત સંસદની સુરક્ષાનો ભંગ કરવાનો ‘માસ્ટરમાઈન્ડ’

લલિત સંસદની સુરક્ષાનો ભંગ કરવાનો માસ્ટરમાઈન્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે પોતાને એક સામાજિક કાર્યકર કહે છે. તેઓ કોલકાતામાં અનેક જાહેર વિરોધ પ્રદર્શનોમાં પણ ભાગ લેતા રહ્યા છે. તેઓ બંગાળની ઘણા NGO સાથે સંકળાયેલા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ હાલમાં લલિતને શોધી રહી છે.

લલિતે આ મેસેજ વોટ્સએપ પર મોકલ્યા

લલિતના નજીકના સહયોગી અને NGO પાર્ટનર નીલક્ષ આઈચનો સંપર્ક કરતાં સામે આવ્યું કે તે પશ્ચિમ બંગાળનો વિદ્યાર્થી છે, જે સામાજિક પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલો છે. લલિત કથિત રીતે કોમ્યુનિસ્ટ સુભાષ સભા નામના નીલક્ષ દ્વારા સ્થાપિત NGOના જનરલ સેક્રેટરી હતા. વાતચીત દરમિયાન નીલક્ષે જણાવ્યું કે, લલિતે છેલ્લે સંસદની સુરક્ષાનો ભંગ કર્યા બાદ જ તેમનો સંપર્ક કર્યો હતો. લલિતે બપોરે 1 વાગ્યે સંસદની બહાર થયેલા પ્રદર્શનનો વીડિયો પણ મોકલ્યો હતો. લલિતે વીડિયો મોકલ્યો હતો અને લખ્યું હતું કે, ‘મીડિયા કવરેજ માટે આ જુઓ આ સિવાય તેમણે એમ પણ લખ્યું કે,આ વીડિયોને સુરક્ષિત રાખજો જય હિંદ.’

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT