શૂટરને આપ્યો આશરો, પછી હથિયાર અને રૂપિયા આપ્યા…સુખદેવસિંહ ગોગામેડીની હત્યામાં આ લેડી ડોનનો મોટો હાથ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gogamedi Murder Case: શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા મામલે તપાસ દરમિયાન એક મહત્વનો ખુલાસો થયો છે. આમાં એક લેડી ડોનની ભૂમિકા સામે આવી રહી છે જેનું નામ છે પૂજા સૈની. પોલીસે હવે જણાવ્યું છે કે ગોગામેડીની હત્યામાં આ મહિલાએ શૂટરોને મદદ કરી હતી અને હવે પોલીસે તેની ધરપકડ કરી છે.

કોણ છે લેડી ડોન પૂજા સૈની?

પોલીસ દ્વારા પકડાયેલી લેડી ડોનનું નામ પૂજા સૈની છે, જે ટોંકમાંથી ઝડપાઈ છે. જોકે, તેનો પતિ મહેન્દ્ર મેઘવાલ ઉર્ફે સમીર હથિયારોનો જથ્થો લઈને ફરાર થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર, પૂજા સૈનીના ફ્લેટ પર એક AK 47 રાઈફલનો ફોટો પણ મળ્યો છે, જેનાથી એવી શંકા છે કે તેનો પતિ AK 47 રાઈફલ લઈને ફરાર થઈ ગયો છે.

પૂજાના ફ્લેટમાં રોકાયા હતા શૂટર્સ

જયપુરના પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે, પૂજા સૈની અને તેના પતિ મહેન્દ્ર મેઘવાલે નીતિન ફૌજીને હથિયાર પૂરા પાડ્યા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર, સુખદેવસિંહ ગોગામેડીના શૂટરોના 5 ડિસેમ્બરે હત્યાને અંજામ આપતા પહેલા લગભગ એક સપ્તાહ સુધી જયપુરના જગતપુરા વિસ્તારમાં પૂજા સૈની અને મહેન્દ્રના ભાડાના ફ્લેટમાં રોકાયા હતા.

ADVERTISEMENT

ટેક્સીથી જયપુર આવ્યો હતો નીતિન ફૌજી

પોલીસે જણાવ્યું કે મહેન્દ્ર મેઘવાલ ઉર્ફે સમીર કોટાનો હિસ્ટ્રીશીટર છે અને ફરાર છે. એડિશનલ પોલીસ કમિશનર કૈલાશ ચંદ્ર બિશ્નોઈએ કહ્યું કે, નીતિન ફૌજી 28 નવેમ્બરે ટેક્સી દ્વારા જયપુર આવ્યો અને મેઘવાલને મળ્યો જે તેને જગતપુરાના એક ફ્લેટમાં લઈ ગયો. તેણે જણાવ્યું કે પૂજાએ ફ્લેટમાં ફૌજી માટે જમવાનું પણ બનાવ્યું હતું.

શૂટર રોહિત રાઠોડ સાથે થઈ મુલાકાત

પોલીસ અધિકારીએ કહ્યું કે, મહેન્દ્ર મેઘવાલ દ્વારા જ ફૌજી ગેંગસ્ટર રોહિત ગોદારા સાથે સંપર્કમાં હતો. 5મી ડિસેમ્બરની સવારે મહેન્દ્ર ફૌજીને અજમેર રોડ પર લઈ ગયો હતો, જ્યાં અન્ય શૂટર રોહિત રાઠોડ તેની રાહ જોઈ રહ્યો હતો. આ પછી હથિયારોથી સજ્જ બંને શૂટર્સને એક વાહનમાં જયપુરના શ્યામનગર વિસ્તારમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ ગોગામેડીના ઘરે લઈ જવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

નવીનની સાથે પહોંચ્યા ગોગામેડીના ઘરે

શૂટરોએ નવીન શેખાવત મારફતે ગોગામેડીના ઘરે પ્રવેશ મેળવ્યો હતો, જે સુખદેવસિંહ ગોગામેડીને ઓળખતો હતો. સુખદેવસિંહ સાથે થોડીવાર વાતચીત કર્યા બાદ શૂટરોએ સુખદેવસિંહ ગોગામેડી પર તેમના લિવિંગ રૂમમાં ગોળીઓ ચલાવી હતી, જેમાં તેમનું મોત થયું હતું. શૂટરોએ શેખાવતની પણ હત્યા કરી હતી, જે તેઓને ગોગામેડીના ઘરે લઈ ગયો હતો.

ADVERTISEMENT

મેઘવાલે આપ્યા હતા હથિયારો

પોલીસના જણાવ્યા અનુસાર, મેઘવાલે આ હત્યા માટે અડધો ડઝનથી વધુ પિસ્તોલ અને મોટી માત્રામાં કારતુસ ખરીદ્યા હતા. તેમણે કહ્યું, ફૌજીએ પોતાના માટે બે પિસ્તોલ અને એટલી જ સંખ્યામાં મેગેઝીન અને રોહિત રાઠોડ માટે એક પિસ્તોલ અને બે મેગેઝીનની વ્યવસ્થા કરી હતી.

લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલી છે પૂજા

તમને જણાવી દઈએ કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગોદારાએ ફેસબુક પોસ્ટમાં ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી હતી અને કહ્યું હતું કે સુખદેવસિંહ ગોગામેડી તેમના દુશ્મનોનું સમર્થન કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘ફ્લેટમાંથી પૂરતા પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે અહીંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નેટવર્ક કાર્યરત હતું. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે જયપુરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવેલી હત્યા માટે મહેન્દ્ર અને પૂજાએ હથિયારો પૂરા પાડ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT