કોલકાતા રેપ-મર્ડર કેસ : હોસ્પિટલમાં તોડફોડ મામલે 12 આરોપીની ધરપકડ, ડૉક્ટરોએ કર્યું હડતાલનું એલાન
પશ્ચિમ બંગાળમાં એક ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને ત્યારબાદ હત્યાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દરમિયાન, બુધવારે (14 ઓગસ્ટ 2024), આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના કારણે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન ઈન્ડિયા એટલે કે FORDAએ ફરીથી હડતાળ પર જવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં એક ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને ત્યારબાદ હત્યાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દરમિયાન, બુધવારે (14 ઓગસ્ટ 2024), આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના કારણે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન ઈન્ડિયા એટલે કે FORDAએ ફરીથી હડતાળ પર જવાની જાહેરાત કરી છે. FORDAએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે.
હોસ્પિટલમાં તોડફોડ કરનારા 12ને દબોચી લેવાયા
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડના કેસમાં ગુરુવારે સાંજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેથી પોલીસે અત્યાર સુધીમાં 12 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 22 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
સરકાર વચન પૂરું કરવામાં અસમર્થ : FORDA
FORDAએ કહ્યું કે આરજી કાર મેડિકલ કોલેજમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને અમે અમારા સાથીદારો અને તબીબી સમુદાય સાથે ઊભા છીએ. અગાઉ મંગળવારે (13 ઓગસ્ટ 2024), ડૉક્ટર્સ એસોસિએશને કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડા સાથેની બેઠક બાદ હડતાળ પાછી ખેંચી હતી.
ADVERTISEMENT
FORDAએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, "આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી દુ:ખદ ઘટના બાદ અને સરકાર તેના વચનો સમયસર પૂરા ન કરતી હોવાથી, અમે ફરીથી હડતાલ શરૂ કરી રહ્યા છીએ." સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, મંગળવારે FORDAના પ્રમુખ અવિરલ માથુરે કહ્યું હતું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ તેમની માંગણીઓ પૂરી કરવાનું આશ્વાસન આપ્યું છે. જેપી નડ્ડાએ તેમને ખાતરી આપી હતી કે તેઓ ડોકટરો માટે સલામત વાતાવરણ પ્રદાન કરશે.
તોફાનીઓએ કોલેજમાં તોડફોડ કરી હતી
ગઈકાલે રાત્રે ઉપદ્રવીઓએ આરજી કાર મેડિકલ કોલેજની હોસ્પિટલના એક ભાગમાં તોડફોડ કરી હતી. બદમાશોએ વિસ્તાર અને આસપાસના ઘણા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. બદમાશો લાકડીઓ, ઈંટો, સળિયા લાવ્યા હતા અને તેઓ જે કંઈ પણ મળી શકે તેને નુકસાન પહોંચાડ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT