આ ગુજરાતી બન્યા નાણામંત્રી નિર્મલા સીતારમણના જમાઈ, CMથી લઈને PM બનવા સુધી રહ્યા મોદી સાથે

ADVERTISEMENT

gujarattak
social share
google news

બેંગલુરુ: દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણની પુત્રીના 8 જૂનના રોજ લગ્ન થયા. પરીકાલા વાંગમયીએ ગુજરાતના રહેવાસી પ્રતિક દોશી સાથે બેંગલુરુમાં કોઈ પણ ધામધૂમ વગર એક સાદા સમારંભમાં લગ્ન કર્યા. નાણામંત્રીએ લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરી હતી અને સાદા સમારંભમાં માત્ર પરિવારના સભ્યો અને કેટલાક પસંદગીના મિત્રોએ જ હાજરી આપી હતી. પરંતુ શું તમે જાણો છો કે નાણામંત્રીના જમાઈ પ્રતીક કોણ છે અને શું કરે છે? તો જણાવી દઈએ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના સ્પેશિયલ ઓફિસર છે અને PMOમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહ્યા છે.

PMOમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી
પ્રતિક દોશી, મૂળ ગુજરાતના રહેનારા છે અને વડાપ્રધાન કાર્યાલય (PMO)માં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી છે અને 2014થી અહીં કામ કરી રહ્યા છે, જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વખત PM બન્યા હતા. તેમણે સિંગાપોર મેનેજમેન્ટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. પીએમઓની વેબસાઈટ અનુસાર, પ્રતિક દોશી હાલમાં પીએમ ઓફિસમાં રિસર્ચ એન્ડ સ્ટ્રેટેજી વિંગની મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ ટોચના સ્તરના અમલદારો પર સંપૂર્ણ નજર રાખે છે.

ADVERTISEMENT

ગુજરાતમાંથી જ પીએમ મોદી સાથે
નિર્મલા સીતારમણના જમાઈ પ્રતિક દોશીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ કહેવું ખોટું નહીં હોય, હકીકતમાં તેઓ લાંબા સમયથી તેમની સાથે કામ કરી રહ્યા છે. ખરેખર, મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે ગુજરાતમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. તમને જણાવી દઈએ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રતિક દોશી તેમની ઓફિસમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે હતા. આ પછી નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સત્તા પર આવ્યા ત્યારે પ્રતિકને પણ ગુજરાતથી દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. 2014થી પીએમઓમાં કામ કરી રહેલા પ્રતીકને ચાર વર્ષ પહેલા 2019માં જોઈન્ટ સેક્રેટરીનો રેન્ક આપીને PMOમાં OSD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પ્રતિક દોશી લાઈમલાઈટથી દૂર રહે છે
નાણામંત્રી નિર્મલા સીતારમણના જમાઈ પ્રતીક દોશીની ગણતરી વડાપ્રધાનના ખાસ અધિકારીઓમાં થાય છે, તેઓ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેઓ સોશિયલ મીડિયાથી અંતર રાખે છે. તેઓ લગભગ કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ નથી.

ADVERTISEMENT

ADVERTISEMENT

બેંગ્લોર સ્થિત ઘરમાં લગ્ન થયા
ઉલ્લેખનીય છે કે કોઈપણ VIP ગેસ્ટ અને નેતાઓના મેળાવડા વિના, નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરાકલાના લગ્ન બેંગલુરુના એક ઘરમાં બ્રાહ્મણ રીતિ-રિવાજ મુજબ થયા હતા. આ લગ્નમાં પહોંચેલા ઉડુપી અદામારુ મઠના સંતોએ પરકલા અને પ્રતીકને આશીર્વાદ આપ્યા હતા. સાદા લગ્ન સમારોહ દરમિયાન દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ મોલાકલમુરુ સાડી પહેરીને ધાર્મિક વિધિ કરતા જોવા મળ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT