જાણો કોણ છે વિધાનસભામાં પોર્ન જોનાર રંગીન મિજાજી BJP ના ધારાસભ્ય જદબ લાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુવાહાટી:ત્રિપુરાના બાગબાસા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય જદબ લાલ નાથ. ધારાસભ્ય કથિત રીતે પોર્ન વીડિયો જોતા પકડાયા છે, તે પણ ત્રિપુરા વિધાનસભાની અંદર. ઈન્ડિયા ટુડે નોર્થ ઈસ્ટના એક અહેવાલ મુજબ, જદબ લાલ નાથ વિધાનસભા સત્ર દરમિયાન પોતાના ટેબલેટ પર પોર્ન જોઈ રહ્યા હતા. જ્યારે તે પોર્ન જોઈ રહ્યો હતો ત્યારે પાછળથી કોઈએ તેનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.  આ ઘટના 27 માર્ચના બની હતી. આ નેતા પક્ષ પલટું તરીકેની છબી ધરાવે છે.  ધારાસભ્ય જદબ લાલ નાથ CPI(M)ના કાર્યકર હતા.

આ સમગ્ર ઘટનાને લઈને ધારાસભ્ય જદબ લાલનું કહેવું છે કે આ એક ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યું છે. તે આ અંગે પોતાનો ખુલાસો પાર્ટીને આપશે.તેઓ સમાચાર જોઇ રહ્યા હતા ત્યારે અચાનક બીજી વેબસાઇટ ખુલી ગઇ હતી અને પોર્ન વીડિયો ચાલવા લાગ્યો હતો.

જાણો કોણ છે આ નેતા
જદબ લાલ નાથ પક્ષ પલટું ધારાસભ્ય તરીકેની છબી ધરાવે છે. પહેલા તે CPI(M)ના કાર્યકર હતા. જદબ લાલ નાથ 2018ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. જદબે CPI(M)ના ઉમેદવાર અને ભૂતપૂર્વ સ્પીકર રામેન્દ્ર ચંદ્ર દેબનાથ સામે 2018ની ચૂંટણી લડી હતી, પરંતુ આ ચૂંટણીમાં તેમને હારનો સામનો હારી ગયા હતા. ત્યારે આ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેના પર ફરીથી વિશ્વાસ મૂક્યો અને બાગબાસા મતવિસ્તારની બેઠક પરથી મેદાને ઉતાર્યા અને વિધાનસભામાં પહોંચ્યા.

ADVERTISEMENT

2012માં કર્ણાટક વિધાનસભામાં બે મંત્રીઓ પોર્ન જોતા ઝડપાયા હતા 
2012માં કર્ણાટકમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. સહકાર મંત્રી લક્ષ્મણ સાવદી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સીસી પાટીલ પોર્ન જોતા ઝડપાયા હતા. જ્યારે તે પોર્ન જોઈ રહ્યો હતો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું. મંત્રીઓની આ કાર્યવાહી વિધાનસભાની કાર્યવાહીને કવર કરતી સ્થાનિક ચેનલ દ્વારા પકડવામાં આવી હતી.

આ પણ વાંચો: BJP ના ધારાસભ્ય વિધાનસભામાં PORN જોતા ઝડપાયા, પાર્ટી દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી

ADVERTISEMENT

ત્યારે આ ઘટનાને લઈ અનેક સવાલો થાય હતા. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,  લોકશાહીના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. જ્યારે કોઈ મંત્રી વિધાનસભામાં અશ્લીલ વીડિયો જોતા જોવા મળ્યા. આ જ કારણ છે કે જેડીએસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી તેને લોકશાહી પર કાળો ડાઘ ગણાવ્યો હતો. ત્યારે આજે આ ઘટનાનું પુરાવર્તન થયું છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT