આ દિવસે સાવરણી ખરીદશો તો માં લક્ષ્મીજી થઈ જશે ખુશ, ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ; દરેક મુશ્કેલીઓ થશે દૂર

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાવરણી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. સફાઈ માટે વપરાતી સાવરણી ઘાસ, પ્લાસ્ટિક અથવા ફાઈબરથી બનેલી હોય છે. શાસ્ત્રોમાં સવારણી સાથે જોડાયેલા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. સાવરણી પર પગ ન મૂકવો જોઈએ. તેમજ તેને ઘરના દરવાજા પર ન રાખવી જોઈએ. આ સિવાય સાવરણી સાથે જોડાયેલા કેટલાક ખાસ નિયમો છે. ચાલો જાણીએ સાવરણી સંબંધિત કેટલાક ખાસ નિયમો.

લક્ષ્મીનું પ્રતીક છે સાવરણી

હિન્દુ ધર્મમાં સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુરુવાર કે શુક્રવારે ઘરની બહાર કચરામાં જૂની કે ખરાબ સાવરણી નાખવી ન જોઈએ. કારણ કે ગુરુવાર અને શુક્રવારનો સંબંધ અનુક્રમે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી સાથે છે. આ દિવસે ઘરમાંથી સાવરણી બહાર કચરામાં નાખવાથી માં લક્ષ્મીજી નારાજ થઈને ઘરની બહાર ચાલ્યા જાય છે. આ સિવાય ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થતી નથી. બીજી તરફ, સાવરણી પર પગ મૂકવો અશુભ માનવામાં આવે છે.

કયા દિવસે સાવરણી ખરીદવી?

શાસ્ત્રો અનુસાર, મંગળવાર અથવા શનિવાર સાવરણી ખરીદવા માટે શ્રેષ્ઠ અને શુભ દિવસ છે. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. તેની સાથે સંપત્તિ પણ આવે છે. એટલું જ નહીં માં લક્ષ્મીની કૃપા પણ હંમેશા બની રહે છે. તો સાવરણી ખરીદવા માટે વારની સાથે પક્ષનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આવી સ્થિતિમાં કૃષ્ણ પક્ષમાં સાવરણી ખરીદવી શુભ રહેશે.

ADVERTISEMENT

સાવરણી ક્યાં રાખવી જોઈએ?

શાસ્ત્રો અનુસાર સાવરણી ઘરમાં એવી જગ્યાએ રાખવી જોઈએ કે જ્યાં કોઈની નજર ન પડે. સાવરણી પલંગની નીચે બિલકુલ ન રાખવી જોઈએ. તો સૂર્યાસ્ત પછી કચરો ન વાળવો જોઈએ, કારણ કે આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થઈને ઘરની બહાર નીકળી જાય છે.

નોંધ: આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT