અંબાણી પરિવારની થનારી વહુએ પહેરી 5.5 લાખની સાડી, જાણો કેટલા કરોડનું છે હાથમાં પકડેલું નાનકડું પર્સ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: અંબાણી પરિવારે તાજેતરમાં મુંબઈમાં એક સાંસ્કૃતિક કેન્દ્ર શરૂ કર્યું છે. આ ફંક્શનમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના કલાકારોએ હાજરી આપી હતી અને રાધિકા મર્ચન્ટે પોતાની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા હતા. લોન્ચિંગના દિવસે રાધિકાએ બ્લેક કલરની સાડી પહેરી હતી અને રાધિકાએ અનંત અંબાણી સાથે એન્ટ્રી લીધી હતી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઈવેન્ટમાં રાધિકાએ જ્યારે એન્ટ્રી કરી ત્યારે બધાની નજર તેના સિલ્વર રંગના મીની પર્સ પર પડી રહી હતી.

રાધિકાએ પકડેલા પર્સની શું કિંમત છે?
રાધિકા મર્ચન્ટના હાથમાં રહેલા મોબાઈલથી પણ નાની સાઈઝના આ સિલ્વર રંગના મીની પર્સમાં ફ્રન્ટ ફ્લેપ ફીચર છે, જેમાં એક ચેનમેલ બોડી છે, શોર્ટ સ્ટ્રેપ છે અને ક્લોચટેટ સાથે શોલ્ડર સ્ટ્રેપ છે. આ પર્સને ગૂગલ સર્ચ કર્યા પછી, તેની કિંમત મળી તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. રાધિકા-મર્ચન્ટે જે પર્સ સાથે દેખાઈ તે MADISON AVENUEની સાઈટ પર જોઈએ તો તેની કિંમત $235,000 એટલે કે 1 કરોડ 93 લાખ રૂપિયા છે. આનાથી તમે માત્ર ઘર જ નહીં પણ કાર પણ ખરીદી શકો છો.

ADVERTISEMENT

સાડીની કિંમત પણ લાખો રૂપિયામાં
આ દરમિયાન રાધિકાએ જે સાડી પહેરી હતી તે પણ ચર્ચાનો વિષય બી છે. રાધિકાની આ સાડીમાં સફેદ ફ્લોરલ એમ્બ્રોઈડરી હતી અને તેણે તેને કોર્સેટસ્ટાઈલ બ્લાઉઝ સાથે પહેરી હતી. રાધિકાએ હીરા અને રૂબી જડિત નેકલેસ, મેચિંગ રિંગ, બ્રેસલેટ અને ઇયરિંગ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો. રાધિકાની સાડીની વાત કરીએ તો તેની કિંમત 5.5 લાખ રૂપિયા હતી.

અનંત અંબાણીએ પહેરી 18 કરોડની વોચ
નોંધનીય છે કે, રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં અંબાણી પરિવારની વહુ બનવા જઈ રહી છે. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં જ અનંત અંબાણી સાથે રાધિકાની સગાઈ થઈ હતી, જોકે લગ્નની તારીખ હજુ નક્કી થઈ નથી.ત્યારે રાધિકાનો ફેશન લૂક સતત લાઈમલાઈટમાં રહે છે. બીજી તરફ, મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની કાંડા ઘડિયાળ પણ ઈવેન્ટમાં ખૂબ ચર્ચામાં આવી હતી. અનંતે ઈવેન્ટમાં Patel Philippeની ઘડિયાળની કિંમત 18 કરોડ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT