Parliament Security Breach: સંસદમાં કેટલા લેયરની હોય છે સુરક્ષા? અંદર જતા વિઝિટર્સ પર કેવી રીતે રખાય છે નજર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Parliament Multilayer Security: આજે દરેકના મગજમાં એક જ સવાલ છે કે આખરે સાગર શર્મા અને ડી.મનોરંજન આટલી કડક સુરક્ષાને પાર કરીને સંસદની અંદર કેવી રીતે ઘુસ્યા? સાગર કલર ફટાકડાની સાથે અંદર કેવી રીતે પહોંચ્યો? ચાલો જાણીએ સંસદમાં કેટલા લેયરની સુરક્ષા હોય છે અને કોના હાથમાં સિક્યોરિટીની જવાબદારી હોય છે? જ્યારે કોઈ સંસદની અંદર આવે છે તો કેટલી વખત તેમનું ચેકિંગ કરવામાં આવે છે? તમને જણાવી દઈએ કે, સંસદની સુરક્ષાની જવાબદારી સંસદીય સુરક્ષા સેવા (Parliamentary Security Service), પાર્લામેન્ટ ડ્યુટી ગ્રુપ (PDG), સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી પોલીસની હોય છે. સીસીટીવી કેમેરા, દિલ્હી પોલીસ અને તમામ એજન્સીઓ મળીને સંસદની સુરક્ષા કરે છે.

વિઝિટર ગેલેરી સુધી જતા પહેલા કેટલીવાર કરાય છે તપાસ?

સંસદ ભવનના અલગ-અલગ ભાગોમાં લોખંડી બંદોબસ્ત હોય છે, પરંતુ જ્યાં સંસદ ભવનની અંદરની સુરક્ષા કરવામાં આવે છે, ત્યાં 2000થી વધુ સુરક્ષાકર્મીઓ અલગ-અલગ ભાગોમાં તૈનાત રહે છે. સંસદની સુરક્ષા માટે મેલ્ટીલેયર કોર્ડન હોય છે. પાસ સાથે વિઝિટર ગેલેરીમાં જતાં લોકોને ખૂબ જ બારીકાઈથી ચેક કરવામાં આવે છે. આમ છતાં સુરક્ષામાં ચૂકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જાણો સંસદમાં કેટલા લેયરની હોય છે સુરક્ષા

લેયર-1 બહાર તૈનાત હોય છે દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસના જવાનો સંસદની સુરક્ષાના સૌથી બહારના વર્તુળમાં તૈનાત હોય છે. દિલ્હી પોલીસ બહારથી આવતા-જતાં લોકો પર ચાંપતી નજર રાખે છે. અહીં દેખરેખ રાખવાની જવાબદારી દિલ્હી પોલીસની છે. પોલીસ અહીં VVIP લોકોને સુરક્ષા આપવાથી લઈને તેમને એસ્કોર્ટ કરવાનું કામ કરે છે.

ADVERTISEMENT

લેયર-2 ITBP, NSG અને CRPFના કમાન્ડો

સંસદની આસપાસ અલગ-અલગ એજન્સીઓના જવાનો તૈનાત રહે છે. તેમાં ITBP, NSG અને CRPFના કમાન્ડો હોય છે. દિલ્હી પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્વાટ ટીમ પણ અહીં તૈનાત રહે છે. આમાં દિલ્હી પોલીસના કમાન્ડો પણ સામેલ હોય છે. તેમની પાસે હથિયારો અને વાહનો હોય છે.

લેયર-3 પાર્લામેન્ટ ડ્યુટી ગ્રુપની સુરક્ષા

સંસદની સુરક્ષામાં ત્રીજું લેયર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના પાર્લામેન્ટ ડ્યુટી ગ્રુપ (PDG)નું હોય છે. આ કોર્ડન બનાવવાનું કામ 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર થયેલા હુમલા બાદ કરવામાં આવ્યું હતું. આ જૂથમાં મોટાભાગના સુરક્ષા કર્મચારીઓ ખાસ કમાન્ડો તાલીમ સાથે અર્ધલશ્કરી દળોમાંથી આવે છે.

ADVERTISEMENT

લેયર-4 સાંસદોની સુરક્ષા માટે તૈનાત પી.એસ.એસ

સંસદની સુરક્ષામાં ચોથું લેયર સંસદ સુરક્ષા સેવા (Parliamentary Security Service)નું હોય છે. આ સુરક્ષા સેવા લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સુરક્ષા માટે તૈનાત છે. બંને ગૃહો માટે અલગ-અલગ સુરક્ષા વ્યવસ્થા છે. આ સેવા મુલાકાતીઓ, મીડિયાકર્મીઓ અને ત્યાંથી પસાર થતા અન્ય લોકોની સુરક્ષા સંબંધિત પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે.

ADVERTISEMENT

ઈન્ટીગ્રેટેડ સિક્યોરિટી સિસ્ટમથી રખાય છે નજર

આ સિવાય કેમેરા દ્વારા પણ સંસદ પર નજર રાખવામાં આવે છે. સંસદની પોતાની ઈન્ટીગ્રેટેડ સિક્યોરિટી સિસ્ટમ અલગ હોય છે. જેમાં સેંકડો સીસીટીવી જોડાયેલા હોય છે. ત્યાં તૈનાત સુરક્ષા કર્મચારીઓ કંટ્રોલ રૂમમાંથી લાઈવ ફીડ પર નજર રાખે છે. આવનાર દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવે છે. જ્યારે શંકાસ્પદ પ્રવૃત્તિ થાય ત્યારે એલાર્મ વાગવા લાગે છે.

PSSને રિપોર્ટ કરે છે માર્શલ

બંને ગૃહોમાં તૈનાત માર્શલો સંસદ સુરક્ષા સેવા (Parliamentary Security Service)ને રિપોર્ટ કરે છે. જ્યારે વડાપ્રધાન સંસદ પહોંચે છે ત્યારે તેમની સુરક્ષા માટે SPG સાથે સંકલન કરવાની જવાબદારી પણ PSSની હોય છે. લોકસભા અને રાજ્યસભાના પોતાના સુરક્ષા ઘેરા પણ હોય છે. લોકસભા સચિવાલયમાં સંયુક્ત સચિવ (સિક્યોરિટી) સંસદની સમગ્ર સુરક્ષાના વડા છે. તમામ એજન્સીઓ તેમને રિપોર્ટ કરે છે.

    follow whatsapp

    ADVERTISEMENT