કિમ જોંગ ઉને એક શહેરમાં લોકડાઉન લગાવ્યું અને કહ્યું આ આજીવન રહેશે જો તમે મારી ગોળીઓ નહી આપો તો
નવી દિલ્હી : ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ઘણી વખત પોતાની હરકતોના કારણે ચર્ચામાં આવતા રહે છે. આ વખતે સમાચાર એવા આવી રહ્યા છે…
ADVERTISEMENT
નવી દિલ્હી : ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ઘણી વખત પોતાની હરકતોના કારણે ચર્ચામાં આવતા રહે છે. આ વખતે સમાચાર એવા આવી રહ્યા છે કે, જોંગ ઉને કથિત રીતે 2,00,000 કરતા વધારે લોકોની વસતી ધરાવતા ઉત્તર કોરિયાના શહેર હેસનમાં લોકોને પુરી દીધા છે. ન કોઇ બહાર જઇ શકે છે ન તો કોઇ અંદર આવી શકે છે. જો કે આ લોકડાઉનનું કારણ જાણીને તમે ચોંકી ઉઠશો. એક સૈનિકની 653 ગોળીઓ મળી નહી રહી હોવાના કારણે આ સમગ્ર લોકડાઉન લાદવામાં આવ્યું છે. જ્યાં સુધી આ ગુમ થઇ ગયેલી બુલેટ નહી મળે ત્યાં સુધી તેઓ આ લોકડાઉન ચાલુ રાખશે તેવી પણ તેણે ચિમકી ઉચ્ચારી છે.
રેડિયો ફ્રી એશિયાના અનુસાર એક સૈન્ય ટુકડી પરત ફરી રહી હતી દરમિયાન એક સૈનિકની ગોળીઓ ગાયબ થઇ ગઇ હતી. ત્યાર બાદ કિમજોંગ ઉને તે સૈનિકોને સમગ્ર શહેરમાં ગોળીઓ શોધવા માટે જણાવ્યું હતું. પ્રાથમિક રીતે ગોળીઓ નહી મળતા આખરે કિમ જોગ ઉન દ્વારા સમગ્ર શહેરમાં લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી હતી. જેથી હવે જ્યાં સુધી બુલેટ નહી મળે ત્યાં સુધી સમગ્ર શહેરમાં લોકડાઉન રહેશે. જેથી લોકોમાં પણ હવે ફફડાટ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. અસોલ્ટ રાઇફલની બુલેટ 7 માર્ચે ગુમ થઇ ગયા હતા. રિપોર્ટ અનુસાર સૈનિકો 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ વચ્ચે પરત ફરી ગયા હતા. જો કે નિકળવા દરમિયાન જ આ ગોળીઓ ગુમ થવાના કારણે વ્યાપક તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે સૈનિકને અહેસાસ થયો કે તેની ગોળીઓ ગુમ થઇ ચુકી છે ત્યારે તેણે ઉપરી અધિકારીને માહિતી આપવાના બદલે પોતે શોધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ તેણે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને સમગ્ર શહેરમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત અઠવાડીયે કારખાનાઓ, ખેતર, સામાજિક સમુહો અને પાડોશીઓ પર નજર રાખવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે. નાગરિકોને ધમકી આપવામાં આવી છે કે જો લોકડાઉન હટાવવું હોય તો આ બુલેટ શોધી આપો નહી તો લોકડાઉન અનંતકાળ સુધી ચાલ્યા કરશે. જેના કારણે લોકોમાં પણ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. લોકો એકબીજાને અપીલ કરી રહ્યા છે કે જો કોઇ પણ વ્યક્તિ પાસે તે બુલેટ હોય તો તે સ્વેચ્છાએ સરકારી અધિકારીઓને સોંપે.
ADVERTISEMENT