પાકિસ્તાનના વધારે એક કુખ્યાત આતંકવાદીની હત્યા, ભારત વિરોધી ઝેર ઓકતો રહેતો હતો

ADVERTISEMENT

Maulana Masood Usmani killed by unidentified assailants
Maulana Masood Usmani killed by unidentified assailants
social share
google news

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં સુન્ની ઉલેમા કાઉન્સિલના ઉપાધ્યક્ષ કટ્ટરપંથી મૌલાના મસુદ રહેમાન ઉસ્માનિયાની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જેમાં ઇરાની એંગલ પણ સામે આવી રહ્યું છે. પાકિસ્તાનમાં છેલ્લા થોડા મહિનાઓમાં કટ્ટરપંથીઓની હત્યાઓ થઇ રહી છે.

ધોળાદિવસે ગોળીઓ ધરબી દેવામાં આવી

હવે સુન્ની ઉલેમા કાઉન્સિલના નેતા મૌલાના મસુદ ઉર રહેમાન ઉસ્માનીને શુક્રવારે ધોળા દિવસે ગોળીઓ ધરબી દેવાઇ હતી. મળતી માહિતી અનુસાર હુમલાખોર બાઇક પર આવ્યા હતા. તેમને ઉસ્માનીની ગાડી પર અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ ગંભીર સ્થિતિમાં ઉસ્માનીને હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે ફરજ પરના ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી હજી સુધી કોઇ સંગઠન દ્વારા લેવામાં આવી નથી. જો કે હત્યા પાછળ અનેક એંગલ સામે આવી રહ્યા છે.

ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહેતો હતો

મૌલાના ઉસ્માની ભારત વિરુદ્ધ પણ ઝેર ઓકતો રહેતો હતો. તે ભડકાઉ ભાષણો આપવા માટે ઓળખાતો હતો. અનેક વખત ભારતમાં પણ જેહાદનો ઉલ્લેખ કર્યો હતો. જો કે સ્પષ્ટ રીતે આતંકવાદી હુમલામાં ક્યારે ઉસ્માનીનું નામ હજી સુધી ક્યારેય સામે આવ્યું નથી.

ADVERTISEMENT

ઇરાન સાથે લિંક

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાંઇરાનનો હાથ હઇ શકે છે. સુન્ની નેતા ઉસ્માની ઇરાન વિરોધી મંતવ્યો ધરાવતો હતો. હાલમાં જ ઇરાની દળો પર થયેલા હુમલામાં સુન્ની આતંકવાદીની સંડોવણી હતી. આ ઉપરાંત ઇરાનના સિસ્તાન બલૂચિસ્તામાં પણ એક મહિના પહેલા હુમલો થયો હતો. ત્યાર બાદ ઇરાને પાકિસ્તાની સંગઠનો પર હુમલાનો આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ ઇરાને પાકિસ્તાની સંગઠનો પર હુમલાનો આરોપ લગાવ્યા હતા. હવે અનેક જાણકારોનું કહેવું છે કે, શક્યતા છે કે, ઇરાને ઉસ્માનીની હત્યા કરાવીને બદલો લીધો હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૌલાના ઉસ્માની સુન્ની સંગઠન સિપાહી સહાબા પાકિસ્તાનના નેતા હતા. પાકિસ્તાનના તંત્રનું કહેવું છે કે, હજી સુધી હુમલાખોરો અંગે કોઇ માહિતી નથી મળી. ઉસ્માનીની અંતિમ યાત્રા દરમિયાન પણ ઇરાન વિરોધી નારા લગાવાયા હતા. આ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, સીસીટીવી વીડિયોના આધારે તપાસ ચલાવાઇ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT