લો બોલો! ભર બજારે યુવતીનું અપહરણ, પછી યુવતીએ કિડનેપર સાથે જ લગ્ન કરી લીધા
નવી દિલ્હી : તેલંગાણાના હૈદરાબાદમાં પરેશાન કરનાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીને તેના પિતાની સામે કિડનેપ કરી લેવામાં આવ્યા. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં…
ADVERTISEMENT
નવી દિલ્હી : તેલંગાણાના હૈદરાબાદમાં પરેશાન કરનાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીને તેના પિતાની સામે કિડનેપ કરી લેવામાં આવ્યા. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ એક્ટિવ થઇ ગઇ હતી. યુવતીના પિતાની ફરિયાદ બાદ પોલીસે કેસ દાખલ કરીને આ મુદ્દે તપાસ આદરી છે. આ ઘટનાના સીસીટીવી પણ હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
યુવતીનું ધોળા દિવસે અપહરણના CCTV વાયરલ
મળતી માહિતી અનુસાર, તેલંગાણાના રાજન્ના સિરિસિલા જિલ્લામાં એક યુવતી પોતાના પિતા સાથે મંદિર ગઇ હતી. આ દરમિયાન કેટલાક યુવકો દ્વારા પહેલા તેનો પીછો કરવામાં આવ્યો ત્યાર બાદ તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. યુવતીએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ ગુંડાઓએ તેને પકડીને પરાણે ગાડીમાં બેસાડી દીધી હતી.
યુવતીનું સ્પષ્ટ રીતે પિતાની નજર સામે અપહરણ થયું
વીડિયોમાં જોઇ શકાય છે કે, યુવતીને પરાણે કારમાં બેસાડીને બદમાશો ભાગતા જોઇ શકાય છે. યુવતીના પિતા પણ ગાડીની પાછળ ભાગતા જોઇ શકાય છે.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી આ મુદ્દે હવે નવો ટ્વિસ્ટ આવી ગયો છે. જેમાં પીડિતાએ દાવો કર્યો કે તેણે કિડનેપર સાથે લગ્ન કરી લીધા હતા. આ મુદ્દે વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
યુવતીએ દાવો કર્યો કે એક વર્ષ પહેલા જ થઇ ગયા હતા લગ્ન
આ વીડિયોમાં પીડિતા કહી રહી છે કે, અમારા લગ્ન એક વર્ષ પહેલા જ થઇ ગયા હતા. જો કે હું ત્યારે તરૂણી હતી. જેથી મારા માતા-પિતાએ આ લગ્નનો સ્વીકાર નથી કર્યો. પરિવારજનોએ મારા પતિ વિરુદ્ધ કેસ દાખલ કરાવી દીધો હતો. હવે હું પુખ્ત ઉંમરની છું. મારા પતિ દલિત હોવાના કારણે મારા પરિવારના લોકો દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મંદિરની બહારથી જ યુવતીનું અપહરણ થઇ ગયું
આ મુદ્દે પોલીસ ઇન્સપેક્ટરે કહ્યું કે, તે રોજ મંદિરમાં પુજા કરવા માટે જતી હતી. આ આરોપીઓને માહિતી હતી યુવતીનો પીછો કરવામાં આવ્યો. આ તરફ રસ્તામાં યુવતીના પિતાની સામે જ તેનું અપહરણ કરી લીધું છે પોલીસે ફરિયાદ બાદ તપાસ આધરી છે. આરોપીઓને ઝડપી લેવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT