ફૂલ સ્પીડમાં જતી કારનું ટાયર નીકળી જતા બાજુની કાર હવામાં ફંગોળાઈ, હાઈવે પર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેવા દ્રશ્યો
કેલિફોર્નિયા: હાઈવે પર અકસ્માતો સામાન્ય બાબત બની ગઈ છે, અને આ સામાન્ય રીતે બે કાર વધુ ઝડપે એકબીજાને ઓવરટેક કરવાનો પ્રયાસ કરવામાં, રોડ ખરાબ હોય…
ADVERTISEMENT
કેલિફોર્નિયા: હાઈવે પર અકસ્માતો સામાન્ય બાબત બની ગઈ છે, અને આ સામાન્ય રીતે બે કાર વધુ ઝડપે એકબીજાને ઓવરટેક કરવાનો પ્રયાસ કરવામાં, રોડ ખરાબ હોય અથવા તો ડ્રાઈવરને ઝોકું આવી જાય તેવી સ્થિતિમાં અકસ્માત સર્જાતા હોય છે. જો કે, તાજેતરમાં લોસ એન્જલસ, કેલિફોર્નિયા નજીક Kia Soul કારના ચાલક સાથે એક વિચિત્ર પ્રકારનો ધ્રુજાવી નાખે તેવો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ સમગ્ર ઘટના પાછળ આવતી કારના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોને જોનારા લોકો પણ તેનો વિશ્વાસ ન કરી શક્યા.
ચાલુ કારમાં ટાયર નીકળી જતા વિચિત્ર અકસ્માત સર્જાયો
આ ભયાનક દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ડાબી લેનમાં ડ્રાઇવિંગ કરતી Kia કાર, જૂની શેવરોલે કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી હતી. ત્યારે બાજુમાં સ્પીડમાં ચાલી રહેલી કારનું આગળનું વ્હીલ નીકળી જાય છે. અને Kia કારની આગળ આવી જાય છે એવામાં કાર હવામાં ઉછળીને પલટી ખાઈ જાય છે અને ઘણા ફૂટ સુધી ઢસડાય છે. સમગ્ર ઘટના પાછળ આવતી કારમાં કેદ થઈ ગઈ હતી. કારનું નીકળી ગયેલું ટાયર પાછળથી આવીને ફરી તેની સાથે અથડાય છે.
View this post on Instagram
ADVERTISEMENT
કાર ચાલકનો થયો ચમત્કારિક બચાવ
સદનસીબે, કેબિનની અંદર બેઠેલા ડ્રાઈવરને ચમત્કારિક બચાવ થયો હતો અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. હાલમાં તો સોશિયલ મીડિયામાં અકસ્માતનો આ વીડિયો જોનારા લોકો મોઢામાં આંગળા નાખી રહ્યા છે.
ADVERTISEMENT