UP ના સંભલમાં ખોદકામમાં નિકળી ખાટુ શ્યામની મૂર્તિ, કલાકોમાં લાખો લોકોની ભીડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંભલ : ઉત્તરપ્રદેશના સંભલમાં ખોદકામ દરમિયાન મંદિર પરિસરમાં ખાટુ શ્યામ ભગવાનની મુર્તિ મળી આવી હતી. ત્યાર બાદ આ વિસ્તારના લોકોની ભીડ મંદિરમાં ઉમટી પડી હતી. મળતી માહિતી અનુસાર પાષાણ પર બાબા ખાટૂ શ્યામનું એક શીષ અને ત્રણ બાણ બનેલા છે. લોકોએ કહ્યું કે, મંદિર બનાવવા માટે અત્યાર સુધી લોકોએ ડોઢ લાખ રૂપિયાનું દાન આપી દીધું છે.

લોકો દુરથી જ પાષાણના દર્શન કરવા આવે છે
લોકો દુર દુરથી પાષાણના દર્શન કરવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે. નોટોનો ચઢાવો ચડાવવામાં આવી રહ્યો છે. મંદિરના પુજારીને સપનામાં ખાટુશ્યામ બાબાનું માથુ દેખાયું હતું. ત્યાર બાદ તેમણે સપનામાં દેખાયેલી જગ્યા પર ખોદકામ કરાવ્યું. હવે લોકો કહી રહ્યા છે કે, ખાટુ શ્યામના જયકારા કરી રહ્યા છે. ખાટુ શ્યામનું વિશાળ મંદિર બનશે.

સંભલ પોલીસ દ્વારા હાલ કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો ઉત્તરપ્રદેશના જનપદ સંભલ પોલીસ સ્ટેશન વિસ્તાર બહજોઇના ગામ ફતેહપુર સમસોઇનો છે. અહીં ગામમાં જ સિદ્ધ સમાધિ બાબા પ્રાચીન ધામ છે. ગામના લોકો મંદિરના પુજારી પ્રદીપ મિશ્રાને ખટ્ટુ શ્યામ બાબાના સપના આવી રહ્યા હતા.

ADVERTISEMENT

ખાટુ શ્યામ વારંવાર સપનામાં આવીને કરતા હતા અપીલ
પ્રદીપ મિશ્રાએ જણાવ્યું કે, તેઓ પહેલા ખાટુ શ્યામ બાબાને નથી જાણતા. ખાટુ શ્યામ બાબાની ચર્ચા થઇ રહી હતી, તો પ્રદીપ મિશ્રાએ ખાટુ શામની નિંદા કરી. તેમને તે જ રાત્રે સુવા દરમિયાન એક ગરદન કપાયેલું માથુ દેખાવા લાગ્યું હતું. લગભગ 3 મહિનાથી મંદિરના પુજારી પ્રદીપ મિશ્રાને સપના સતત આવતા હતા. આ સપનાથી પરેશઆન થઇને પ્રદીપ મિશ્રા જાદુ ટોણા અને ઝાડફુંક કરાવતા હતા. ત્યારે તેઓ અચાનક એક પુર્ણા ગિરી બાબાને મળ્યા, તેમણે પ્રદીપ મિશ્રાને જણાવ્યું કે, તમારા પર કોઇ જાદુ ટોટકા નથી થયું.

ADVERTISEMENT

મંદિરમાં પુજા કરીને ખાટુ શ્યામનું માથુ હોવાનું જાણવા મળ્યું
જે મંદિરમાં પુજા કરો છો, તે મંદિરના પ્રાંગણમાં ખાટુ શામનું માથુ દબાયેલું છે. તેને કાઢો અને તેની સેવા કરો, તો પ્રદીપ મિશ્રાએ ગ્રામીણને જમાવીને તે જ સ્થળની 30 જાન્યુઆરીએ ખોદકામ કરાવ્યું હતું. લગભગ પાંચ ફુટના ખોદકામ બાદ ત્યાંથી એક પાષાણ નિકળ્યું. જેને લોકોએ ભગવાન ખાટ્ટુ શ્યામ માની લીધા છે.

ADVERTISEMENT

ખોદકામ દરમિયાન ગ્રામીણોને પાષાણની પ્રતિમા મળી આવી
બીજી તરફ સ્થાનિક ગ્રામીણોએ ખોદકામનો વીડિયો પણ બનાવ્યો છે. ખોદકામ દરમિયાન ગ્રામીણોને પાષાણ દેખાણો, તો ગ્રામીણ ખાટુ શામના જય જયકાર કરવા લાગ્યા હતા. આસ્થામાં લોકોની ભીડ એકત્ર થવા લાગી. પાષાણને ભગવાન ખાટુ શ્યામ માનીને જળ, દહીં, દુધ સહિતના પંચદ્રવ્યથી પુજન કર્યું હતું.હાલ તો લોકોએ તે સ્થળ પર ટેંટ લગાવીને અસ્થાઇ મંદિર બનાવી દીધું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT