દુરથી ડુંગરા રળીયામણા: ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષનો કાંટાળો તાજ તો પહેર્યો પરંતુ સફળ થશે?
નવી દિલ્હી : કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બુધવારે અધિકારીક રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. જો કે આ જવાબદારી તેમના માટે કાંટાળો તાજ સાબિત…
ADVERTISEMENT

નવી દિલ્હી : કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બુધવારે અધિકારીક રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. જો કે આ જવાબદારી તેમના માટે કાંટાળો તાજ સાબિત થઇ શકે છે. એક તરફ રાજસ્થાનનું રાજકીય સંકટ તો બીજી તરફ ગુજરાત અને હિમાચલમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી તેમની સામે પડકારો છે. આ ઉપરાંત 2024ની લોકસભા ચૂંટણી તેમના માટે સૌથી મોટી અગ્નિપરીક્ષા હશે. જો કે સુત્રો અનુસાર ખડગે 2024 પર જ ધ્યાન આપી રહ્યા છે.
ખડગે બુધવારે સવારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય નેતાઓની હાજરીમાં પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળશે. કર્ણાટકના દલિત સમુદાયમાંથી આવતા, 80 વર્ષીય ખડગેએ 17 ઓક્ટોબરે યોજાયેલી ઐતિહાસિક ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી 66 વર્ષીય થરૂરને હરાવ્યા હતા. પાર્ટીના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહાર કોઈ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા છે.
ખડગેને 2024ની સામાન્ય ચૂંટણી પહેલા પાર્ટીને મજબૂત કરવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડશે. તેઓ અગાઉ પણ આવા પડકારોનો ન માત્ર સામનો કરી ચુક્યા છે પરંતુ સફળતાપૂર્વક તેને ઉકેલી પણ ચુક્યાં છે. કોંગ્રેસનાં સંકટ મોચક હોવાનાં નાતે જ તેમને રાજસ્થાન સંકટ સમયેમોકલવામાં આવ્યા હતા. તે કોંગ્રેસ માટે ન માત્ર સંકટમોચક છે પરંતુ ગાંધીપરિવારના વફાદાર પણ છે.
ADVERTISEMENT
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરવાની કોંગ્રેસની આશા એક મોટો પડકાર તો છે. સૌથી મોટો પડકાર ગુજરાતમાં દશકોથી સત્તા વિહોણી કોંગ્રેસને સત્તાધારી બનાવવાનો છે. જ્યારે રાજસ્થાન અને કર્ણાટકમાં પાર્ટીની અંદર ચાલી રહેલી ખેંચતાણના કારણે પાર્ટી નબળી પડી રહી છે. તેને મજબુત બનાવવાનો છે. જો કોંગ્રેસની આર્થિક ખેંચતાણનો ઉકેલ ન આવે તો વિધાનસભા ચૂંટણીઓ તો ઠીક પરંતુ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ પાર્ટીને મોટો ફટકો પડી શકે છે.
ADVERTISEMENT