કેજરીવાલની વધી શકે છે મુશ્કેલી, સરકારી બંગલાના રિનોવેશનનું ઓડિટ CAG કરશે
દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે થોડા મહિના પહેલા જ પોતાના સત્તાવાર બંગલાને રિનોવેશન કરાવ્યું હતું. જેમાં અનેક પ્રકારની ગરબડ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. હવે…
ADVERTISEMENT
દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે થોડા મહિના પહેલા જ પોતાના સત્તાવાર બંગલાને રિનોવેશન કરાવ્યું હતું. જેમાં અનેક પ્રકારની ગરબડ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. હવે આ મામલે કાર્યવાહી કરતા ગૃહ મંત્રાલયે કેગ તપાસની સ્થાપના કરી છે. 24 મે, 2023ના રોજ એલજી સચિવાલયની ભલામણ બાદ ગૃહ મંત્રાલયે આ કાર્યવાહી કરી છે.
CAG દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સત્તાવાર બંગલાના પુનઃનિર્માણમાં થયેલી ગેરરીતિઓ અને ઉલ્લંઘનોનું વિશેષ ઓડિટ કરશે. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન 6, ફ્લેગ સ્ટાફ રોડ, સિવિલ લાઇન્સ, દિલ્હીના નવીનીકરણમાં વહીવટી અને નાણાકીય ગેરરીતિઓનું વિશેષ ઓડિટ કરશે. આ અંગે કેન્દ્ર દ્વારા કેગને કરવામાં આવેલી વિનંતી બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
LG એ લખ્યો પત્ર
24 મે, 2023ના રોજ એલજી સચિવાલયની ભલામણ બાદ ગૃહ મંત્રાલયે આ કાર્યવાહી કરી છે. 24 મેના રોજ, એલજીની ઓફિસે કેજરીવાલના સત્તાવાર બંગલાના રિનોવેશનથી સંબંધિત ખર્ચ મામલાને લઈને કેગ દ્વારા વિશેષ ઓડિટની ભલામણ કરી હતી. જેમાં મુખ્યમંત્રીના નામના સરકારી નિવાસસ્થાનના રિનોવેશનમાં નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાની ચર્ચા હતી. એલજીએ પોતાના પત્રમાં લખ્યું છે કે સરકારી બંગલામાં રિનોવેશનના નામે ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. આ બધું ત્યારે કરવામાં આવી રહ્યું હતું જ્યારે દેશમાં કોવિડ-19 રોગચાળો ચરમસીમા પર હતો. કોવિડના મુશ્કેલ સમયમાં પણ દિલ્હીના સીએમ પોતાના ઘરની શોભા વધારવામાં વ્યસ્ત હતા.ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ સાર્વજનિક બાંધકામ વિભાગના પ્રભારી મંત્રી સાથે મળીને મુખ્યમંત્રી નિવાસસ્થાનના નવીનીકરણના નામે થયેલા ખર્ચ પર સવાલો ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT