ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં કેજરીવાલની વધી મુશ્કેલી, અમદાવાદ કોર્ટે ફરી સમન્સ મોકલ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મુશ્કેલીઓ વધતી જણાય. અમદાવાદ કોર્ટે સમન્સની પ્રથમ સુનાવણી હાથ ધરી હતી. આ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ બે વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા. કોર્ટે ફરી જારી કરેલા સમન્સમાં માનહાનિના કેસની ફરિયાદની નકલ જોડી છે. કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને 7 જૂને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલા વિવાદમાં અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ લાગ્યો છે.

પીએમની ડિગ્રી સંબંધિત કેસ
ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુનિવર્સિટીનો આરોપ છે કે આ બંને નેતાઓએ હાઈકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે લોકોમાં યુનિવર્સિટી વિશે ખોટી ઇમેજ ઉભી થઇ હતી અને લોકોમાં એવી ધારણા હતી કે ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે. PM મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી રાહ જોયા બાદ ગુજરાત હાઈકોર્ટે CICના આદેશને રદ કર્યો હતો. આ પછી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તો AAP નેતા સંજય સિંહે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

યુનિવર્સિટીના વકીલો રહ્યા હાજર
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી હાજર રહેલા એડવોકેટ અમિત નાયરે જણાવ્યું હતું કે કોર્ટે બંને નેતાઓને પહેલા જ સમન્સ જારી કરી દીધા છે. કોર્ટે આ મામલે ફરી એકવાર બંને નેતાઓને સમન્સ જારી કર્યા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષીની ફરિયાદને સમન્સ સાથે જોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે, જેથી આ મામલે સુનાવણી થઈ શકે. કોર્ટે આ મામલે સુનાવણી માટે 7 જૂનની તારીખ નક્કી કરી છે. અમદાવાદ કોર્ટની સુનાવણીના એક દિવસ પહેલા, AAPના ગુજરાત યુનિટ લીગલ સેલના અધ્યક્ષ પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે, “અમને મીડિયા અહેવાલોથી જાણવા મળ્યું છે કે કોર્ટે સમન્સ જારી કર્યા છે, પરંતુ ન તો અરવિંદ જીને અને ન તો સંજયને સિંહને અત્યાર સુધી આ મળ્યું છે. દિલ્હીમાં સમન્સ મળ્યા બાદ જ તે કોર્ટમાં હાજર થશે.

ADVERTISEMENT

એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશ ચોવટિયાની કોર્ટે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે ગુજરાત યુનિવર્સિટી સામે ‘કટાક્ષપૂર્ણ’ અને ‘અપમાનજનક’ નિવેદનો બદલ ફોજદારી માનહાનિની ​​ફરિયાદમાં સમન્સ જારી કર્યા હતા. ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ તેમની સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ રજૂ થયો હોવાનું ધ્યાને લેતા કોર્ટે બંને નેતાઓને સમન્સ પાઠવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ તેમની ટિપ્પણીને લઈને માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT