કેજરીવાલ સરકારે વિશ્વાસ મત જીત્યો, સરકારનાં સમર્થનમાં 58 વોટ મળ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ઓપરેશન લોટસની ચર્ચા વચ્ચે અરવિંદ કેજરીવાલે વિશ્વાસ મત પ્રસ્તાવ જીતી લીધો છે. આ દરમિયાન તેમના પક્ષમાં કુલ 58 વોટ આવ્યા હતા. જ્યારે 1 વોટ ડેપ્યુટી સ્પિકરનો અલગ હોવાથી કુલ 59 મત તેમને મળ્યા હતા. નોંધનીય છે કે વિપક્ષની તરફેણમાં આ દરમિયાન એકપણ મત પડ્યા નહોતા જેથી તેમનું ખાતુ 0 રહ્યું હતું. આ દરમિયાન વિધાનસભાની કાર્યવાહી અનિશ્ચિત સમયગાળા સુધી સ્થગિત કરવી પડી હતી. તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભામાં કુલ 70 સભ્યો છે જેમાંથી આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો છે. આ દરમિયાન 58 ધારાસભ્યોએ સરકારની તરફેણમાં વોટિંગ કર્યું હોવાથી સરળતાથી બહુમતિ પ્રાપ્ત થઈ ગઈ હતી.

કેજરીવાલને કેમ વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરવો પડ્યો…
અરવિંદ કેજરીવાલે ઓપરેશન લોટસ પર નિશાન સાધ્યું હતું. જેમાં ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવાનો પ્રયાસ કરાતો હોવાની માહિતી મળી હતી. જેથી કેજરીવાલે વિશ્વાસ મત પ્રસ્તાવ લેવાનો નક્કી કરી આના પર વોટિંગ કરાયું હતું. આગાઉ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમારા 40 ધારાસભ્યોને ખરીદી પક્ષ પલટા માટે ભાજપ દ્વારા 20 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ અત્યારે વિશ્વાસ પ્રસ્તાવથી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.

દિલ્હી વિધાનસભાનું સત્ર ચર્ચામાં રહ્યું…
દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર પાંચમા દિવસે ગુરુવારે ઘણુ હોબાળા વાળુ રહ્યું હતું. આ દરમિયાન દિલ્હીના ડેપ્યુટી સ્પીકર રાખી બિડલાએ ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા સહિત 4 ધારાસભ્યોને આખા દિવસ માટે સંસદની બહાર કાઢી દીધા હતા. જ્યારે બીજી બાજુ ડેપ્યુટી સ્પિકરનો તર્ક છે કે વિશ્વાસ મત પર ચર્ચા ચાલતી હોય ત્યારે અન્ય મુદ્દાઓ પર ચર્ચા ન કરાવવી જોઈએ. આ દરમિયાન મેતા પ્રતિપક્ષ રામ વીર સિંહ બિધૂડીએ કહ્યું હતું કે 62 ધારાસભ્યોનું અરવિંદ કેજરીવાલ સરકારમાં સંપૂર્ણ સમર્થન છે, ત્યારે આ પ્રમાણેના નાટકની શું જરૂર છે?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT